ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે તૈયાર છીંએ, જીત અમારી થશે: વિજય રૂપાણી - વિજય રૂપાણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. જેથી રાજ્ય ચૂંટણી પંચ આયોગ ગમે તે સમયે ચૂંટણીની જાહેરાત કરી શકે છે. આ દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ચૂંટણી માટે ભાજપ પક્ષ તૈયાર હોવાનું નિવેદન આપ્યું છે. આ સાથે જ તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીતનો દાવો વ્યક્ત કર્યો છે.

etv bharat
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે તૈયાર છીંએ

By

Published : Jan 18, 2021, 5:17 PM IST

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતે CM રૂપાણીનું નિવેદન
  • ભાજપ ચૂંટણી માટે તૈયાર
  • મુખ્યપ્રધાન રૂપાણીએ જીતનો દાવો વ્યક્ત કર્યો
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે તૈયાર છીંએ

ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. જેથી રાજ્ય ચૂંટણી પંચ આયોગ ગમે તે સમયે ચૂંટણીની જાહેરાત કરી શકે છે. આ દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ચૂંટણી માટે ભાજપ પક્ષ તૈયાર હોવાનું નિવેદન આપ્યું છે. આ સાથે જ તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીતનો દાવો વ્યક્ત કર્યો છે.

ભાજપ ચૂંટણી માટે તૈયાર

મેટ્રો ટ્રેનના કાર્યક્રમ બાદ પત્રકાર પરિષદ દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતના પ્રશ્ન કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે તૈયાર જ છીંએ. આ સાથે જ તેમણે કહ્યું કે, કોંગ્રેસ દર વખતની જેમ હારશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે તૈયાર છીંએ

ચૂંટણી માટે તમામ તૈયારીઓ શરૂ

ઉલ્લેખનીય છે કે, રાજ્ય ચૂંટણી પંચ આયોગ દ્વારા ગમે તે સમયે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે તેમ છે, ત્યારે ભાજપ પક્ષ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને તમામ તાલુકા, જિલ્લા અને કોર્પોરેશનમાં બેઠકો પણ શરૂ કરી દેવામાં આવી છે. જેથી ભાજપ પક્ષે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

પરેશ ધાનાણીનું નિવેદન ખેડૂત વિરોધી: વિજય રૂપાણી

રાજ્યમાં નવા કાયદાને લઇને અનેક એપીએમસીઓ બંધ થવાને આરે છે, ત્યારે આ બાબતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ APMC કાયદા આવ્યા પહેલાં જ બંધ થવાને આરે હતી. નવા કાયદાથી કોઈ પ્રકારનો ફરક પડ્યો નથી. આ સાથે જ તેમણે કહ્યું કે, પરેશ ધાનાણી ખેડૂત વિરોધી નિવેદન કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details