- રાજ્યમાં યોજાશે વાઇબ્રન્ટ મહોત્સવ
- વર્ષ 2021ના જાન્યુઆરી 17,18,19 ના દિવસે કરાયું હતું આયોજન
- વિદેશમાં કોરોનાના કેસમાં વધારો થતાં રદ કરાયો હતો વાઇબ્રન્ટ મહોત્સવ
- હવે વર્ષ 2022 ના પ્રથમ ક્વાટર્સમાં યોજાશે વાઇબ્રન્ટ મહોત્સવ
ગાંધીનગર: દેશના વડાપ્રધાન (PM) અને ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં ગુજરાત વાઇબ્રન્ટ મહોત્સવની શરૂઆત કરી હતી. 2021 ના જાન્યુઆરી માસમાં યોજાનાર આવો ગુજરાત વાઇબ્રન્ટ મહોત્સવ (vibrant mahotsav) વિદેશમાં કોરોના કેસમાં જે રીતે સતત વધારો થઈ ગયો હતો તેને ધ્યાનમાં લઈને રદ કરવામાં આવ્યો હતો. હવે ફરીથી જે રીતે કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને જો કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona) ન આવે તો વર્ષ 2022 ના પ્રથમ ક્વાટર્સમા મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત વાઇબ્રન્ટ શરૂ કરાવનારા એ.કે.શર્મા હવે ભાજપમાં જોડાયા
કોવિડ 19 ને કારણે 2021 નો વાઇબ્રન્ટ મહોત્સવ રદ થયો હતો
ભારત દેશમાં કોરોનાની પ્રથમ લહેર દિવાળી સુધી યથાવત હતી પરંતુ દિવાળી બાદ કોરોના કેસમાં સતત ઘટાડો થઈ ગયો હતો. વિદેશોમાં કોરોના કેસમાં સતત વધારો થવાના કારણે કોઈપણ વિદેશના ડેલિકેટ ભારતમાં આવી શકે તેવી પરિસ્થિતિમાં ન હતા અને વિદેશની અનેક ફ્લાઈટો પણ બંધ હાલતમાં હતી. રાજ્ય સરકારે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાન્યુઆરી 2021 માં યોજાનાર વાઈબ્રન્ટ મહોત્સવ (vibrant mahotsav) ડિસેમ્બર 2021 અથવા તો જાન્યુઆરી 2022માં વાઇબ્રન્ટ મહોત્સવ (vibrant mahotsav) યોજવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચો: 40મો સપ્તક શાસ્ત્રીય સંગીત મહોત્સવ પંડિત રવિશંકરને સમર્પિત કરાશે
ચૂંટણી પહેલા વાઇબ્રન્ટ યોજાશે
મજાની વાત કરવામાં આવે તો હવે ભારત દેશમાં કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona) ગમે ત્યારે ત્રાટકી શકે છે અને તજજ્ઞો દ્વારા આગાહી આપવામાં આવી છે કે, સપ્ટેમ્બર માસમાં ભારત દેશમાં અનેક રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona) આવશે. જે હજુ બેથી ત્રણ મહિના કાર્યરત રહેશે. એટલે કે જો સપ્ટેમ્બર માસમાં જ ત્રીજી લહેરા આવે તો ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર સુધી કોરોનાની ત્રીજી લહેર રહી શકે છે. જાન્યુઆરી 2022 માં તાત્કાલિક ધોરણે વાઈબ્રેન્ટ સમિટ હજુ પણ શક્ય ન હોવાના કારણે વર્ષ 2022 ના પ્રથમ છ મહિનાની અંદર ગુજરાત સરકાર દ્વારા મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ મહોત્સવ (vibrant mahotsav) 2022 નું આયોજન કરવામાં આવશે.
ઈન્ડેક્સ B અને સરકારના વિભાગો દ્વારા તૈયારીઓ શરૂ
હાલમાં અત્યારે કોરોનાના કેસ ગુજરાત રાજ્યમાં કાબૂમાં છે. છેલ્લા કેટલાય દિવસથી 24 કલાકમાં ફક્ત 30થી નીચે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારે ઇન્ડેક્સ B અને રાજ્ય સરકારના તમામ વિભાગોને તૈયારીઓ શરૂ કરવાની સૂચનાઓ પણ આપી દીધી છે. આમ રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ મહોત્સવ 2022 ની પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભલે નહિવત કેસ હોય પણ જો વિદેશમાં કોરોનાના સંખ્યાબંધ કેસ હશે તો પણ ગુજરાતમાં વાઇબ્રન્ટ યોજાય છે કે નહીં તે અંગે પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે.
દુબઇ એક્સપોમાં ગુજરાત લેશે ભાગ
અત્રે ઉલ્લેખનીય છે કે, દુબઈમાં વર્તમાન સમયમાં દુબઇ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત સરકાર પણ વાઇબ્રન્ટ મહોત્સવ (vibrant mahotsav) ની તૈયારીઓ રૂપે દુબઈ એક્સપોમાં ભાગ લેશે. જ્યારે બાયસેગના માધ્યમથી વિદેશના ડેલીગેટ્સ સાથે સરકારના પ્રતિનિધિઓને સંપર્કમાં રહેવાની સૂચના આપી છે.