ગુજરાત

gujarat

ETV Bharat / city

Vibrant Gujarat Global Summit 2022: ગુજરાત સરકારે 16 કંપની સાથે સાઇન કર્યા 13,610 કરોડના MOU - ગુજરાત અલક્લીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ

રાજ્ય સરકાર દ્વારા દર સોમવારે કંપનીઓ સાથે MOU સાઇન (gujarat govt signs mou) કરવામાં આવી રહ્યા છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit 2022) અંતર્ગત આજે 16થી વધુ કંપનીઓ સાથે રાજ્ય સરકારે 13,620 કરોડ રૂપિયાના MOU સાઇન કર્યા હતા.

Vibrant Gujarat Global Summit 2022: ગુજરાત સરકારે આજે 16 કંપની સાથે સાઇન કર્યા 13,610 કરોડના MOU
Vibrant Gujarat Global Summit 2022: ગુજરાત સરકારે આજે 16 કંપની સાથે સાઇન કર્યા 13,610 કરોડના MOU

By

Published : Dec 27, 2021, 5:14 PM IST

Updated : Dec 27, 2021, 5:52 PM IST

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરીની 10, 11, 12 તારીખેવાયબ્રન્ટ ગુજરાતગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit 2022)નું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અનેક કંપનીઓ સાથે દર સોમવારે MOUની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આજે 16થી વધુ કંપનીઓ સાથે રાજ્ય સરકારે MOU (gujarat govt signs mou) કર્યા છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ MOU થતાં હોય છે, પરંતુ આજે તેઓ જામનગર પ્રવાસે (cm bhupendra patel jamnagar visit) હોવાથી MOUના કાર્યક્રમમાં મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને રાજ્યકક્ષાના ઉદ્યોગપ્રધાન જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને MOUની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

મહત્વના પ્રોજેક્ટ પર કરવામાં આવ્યા MOU

મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 16 કંપનીઓ સાથે MOU કરવામાં આવ્યા છે, જેમાં વિવિધ ક્ષેત્રે MOU થયા છે. કચ્છ ખાતે એક એવો મહત્ત્વનો MOU થયો છે જેમાં પ્રદૂષણને નાથવા અને અમુક વાયરસને નાશ (MoU of Gujarat Government to control pollution) કરવા માટે કંપની ખાસ પ્રકારનું ઉત્પાદન કરશે. આ બાબતના પણ રાજ્ય સરકાર સાથે ખાનગી કંપનીઓએ MOU કર્યા છે. આમ આજે વિવિધ ક્ષેત્રો સાથે MOU કરવામાં આવ્યા છે.

સરકાર તમારી સાથે : રાજેન્દ્ર ત્રિવેદી મહેસૂલ પ્રધાન

મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 16 કંપનીઓ સાથે MOU કરવામાં આવ્યા છે.

રાજેન્દ્ર ત્રિવેદીએ MOU કરનારી કંપનીઓની સાથે ચર્ચા કરતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દશમી શ્રૃંખલા (vggs 2022 in gujarat) યોજાઈ રહી છે, જેમાં સરકાર તમારી સાથે જ છે કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો સરકારને જાણ કરજો જેથી તાત્કાલિક ધોરણે જે તે સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય.

કઈ કંપનીઓ સાથે થયા MOU

1. ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર (gujarat narmada valley fertilizer co. ltd), કેમિકલ ક્ષેત્ર, 3340 કરોડનું રોકાણ, 1000 લોકોને રોજગારી

2. ગુજરાત અલક્લીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (gujarat alkalies and chemicals ltd), સોલાર, વિન્ડપાર્ક ક્ષેત્રે, 2000 કરોડનું રોકાણ, 230 રોજગારી

3. રેલીસ ઇન્ડિયા લિમિટેડ, જંતુનાશક પ્લાન્ટ, 800 કરોડ રોકાણ, 300 રોજગારી

4. અંજાર TMT બારસ, વાયર, લોખંડ 700 કરોડનું રોકાણ, 700 રોજગાર

5. મિસ્ટાન્ન ફૂડ લિમિટેડ, અનાજ આધારિત ઇથોનેલ, 2250 કરોડનું રોકાણ, 1500 રોજગારી

6. અતુલ લિમિટેડ, ઉત્પાદન વિસ્તરણ, 633 કરોડનું રોકાણ, 363 રોજગારી

7. અતુલ પ્રોડક્ટ્સ લિમિટેડ, 300 PDP કોસ્મેટિક પ્લાન્ટ, 597 કરોડ રોકાણ, 89 રોજગારી

8. ગૂડ વોટ્સ પ્રા. લિમિટેડ વેસ્ટ, 2 એનર્જી પ્લાન્ટ, 300 કરોડ રોકાણ, 100 રોજગારી

9. ગૂડ વોટ્સ પ્રા. લિમિટેડ વેસ્ટ, 2 ઓઇલ પ્લાન્ટ, 37.50 કરોડ રોકાણ, 60 રોજગારી

10. સ્પેક્ટ્રમ ડાઈઝ, 250 કરોડ રોકાણ, 1000 લોકોને રોજગારી

11. ઇન્ફિલ્ટ્રોન એડવાન્સ સિસ્ટમ, રડારની સાધન સામગ્રી, 500 કરોડનું રોકાણ, 250 લોકોને રોજગારી

12. મન સ્ટેનલેસ સ્ટીલ, સ્ટીલ પાઇપ, 570 કરોડ રોકાણ, 370 રોજગારી

13. મન સ્ટેનલેસ સ્ટીલ, ERW પાઇપ, 220 કરોડ રોકાણ, 305 રોજગારી

14. પીગોટ રિયાલિટી ક્રિસ્ટલ ઇન્ડ્સ લોજિસ્ટીક પાર્ક, 500 કરોડ રોકાણ, 1200 રોજગારી

15. એવેન્ટજિક બિઝનેસ સોલ્યુશન, વાયુ નિયંત્રણ, 100 કરોડ રોકાણ, 300 લોકોને રોજગાર

16. the indian hotels limited વિવાનતા 90 કરોડ અને જીંજર 50 કરોડ, કુલ 185 લોકોને રોજગારી

100 MOU કરવાનો ટાર્ગેટ

રાજ્ય સરકાર દ્વારા વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન થાય તે પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અલગ-અલગ GIDC અને ઔદ્યોગિક વિસ્તાર (GIDC and industrial area gujarat)માં 100 જેટલા MOU કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 80 જેટલી કંપનીઓ સાથે MOU રાજ્ય સરકારે પૂર્ણ કર્યા છે. વર્ષ 2024થી 2026ની વચ્ચે આ તમામ પ્રોજેક્ટ કાર્યરત થશે તે બાબતે પણ રાજ્ય સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે સંમતિ દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો: Ranotsav Income 2021 : જાણો રણોત્સવમાંથી વહીવટી તંત્રને થતી કરોડોની આવકનો ક્યાં કરાય છે ઉપયોગ

આ પણ વાંચો: 31st New Year Party 2021: દમણમાં 31st ન્યુ યર પાર્ટી પર નાઈટ કરફ્યુનું ગ્રહણ, હોટેલ સંચાલકોમાં ચિતા

Last Updated : Dec 27, 2021, 5:52 PM IST

ABOUT THE AUTHOR

...view details