ગુજરાત

gujarat

ETV Bharat / city

Uttarayan SOP Gujarat: DJ વગર ઉજવાશે ઉત્તરાયણ, બહારના વ્યક્તિને ધાબા પર પ્રવેશ નહીં - ઉત્તરાયણમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ

ઉત્તરાયણના તહેવાર (Uttarayan 2022 Gujarat)ને લઇને રાજ્ય સરકાર તરફથી SOP જાહેર (Uttarayan SOP Gujarat)કરવામાં આવી છે. કોરોના સંક્રમણ (Corona In Gujarat)માં થઇ રહેલો વધારો વધુ ગંભીર ન બને તે માટે SOP પ્રમાણે ઉત્તરાયણની ઉજવણી કરવાની રહેશે. જો કોઈ વ્યક્તિ નિયમોનો ભંગ કરશે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Uttarayan SOP Gujarat:  DG વગર ઉજવાશે ઉત્તરાયણ, બહારના વ્યક્તિને ધાબા પર પ્રવેશ નહીં
Uttarayan SOP Gujarat: DG વગર ઉજવાશે ઉત્તરાયણ, બહારના વ્યક્તિને ધાબા પર પ્રવેશ નહીં

By

Published : Jan 10, 2022, 9:57 PM IST

Updated : Jan 10, 2022, 10:11 PM IST

ગાંધીનગર: સમગ્ર ગુજરાત સહિત અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને નડિયાદમાં ઉત્તરાયણ (Uttarayan 2022 Gujarat)નું ખાસ રીતે ઉજવવામાં આવે છે. આ શહેરોમાં લોકો 14 જાન્યુઆરીના રોજ વહેલી સવારથી જ ધાબા ઉપર ચડી ને પતંગ ચગાવીને ઉત્તરાયણની મજા માણતા હોય છે, પરંતુ સતત બીજા વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા કોરોના (Corona In Gujarat)ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ (Uttarayan SOP Gujarat)ની જાહેરાત કરવામાં આવી છે. SOP પ્રમાણે જ ઉત્તરાયણની ઉજવણીકરવાની રહેશે અને જો કોઈપણ વ્યક્તિ અથવા તો સોસાયટી દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 (disaster management act 2005) અને Indian penal Coad 1860ની જોગવાઈ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

ઉત્તરાયણ માટેના નિયમો

  • 1. કોઇપણ જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો, રસ્તા પર એકત્રિત થઇ શકાશે નહીં, તેમજ પતંગ ચગાવી શકાશે નહીં.
  • 2. પ્રવર્તમાન મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઉત્તરાયણનો તહેવાર પોતાના પરિવારના નજીકના સભ્યો સાથે જ ઉજવવામાં આવે.
  • 3. મકાન ફ્લેટના ધાબા, અગાશી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાં રહેતા હોય તે સિવાયના કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવાનો રહેશે નહીં. જો સુચનાનો ભંગ કરવામાં આવશે તો તે બદલ સોસાયટી, ફ્લેટના સેક્રેટરી અથવા તો અધિકૃત વ્યક્તિઓ જવાબદાર રહેશે અને તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
  • 4. માસ્ક વિના કોઈપણ (People Without Mask In Gujarat) વ્યક્તિ મકાન, ફ્લેટ કે ધાબા ઉપર પતંગ ચગાવવાના હેતુથી એકત્રિત થઈ શકશે નહીં, ત્યાં ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે.
  • 5. ફ્લેટના ધાબા ઉપર અથવા તો અગાશી કે સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર (Loudspeaker Ban In Uttarayan), ડીજે અથવા કોઈપણ પ્રકારની મ્યુઝિક સિસ્ટમ વગાડવાથી ભીડ એકત્રિત થવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing In Gujarat)નો ભંગ થવાની તેમજ કોરોના સંક્રમણ વધવાની શક્યતા હોવાથી લાઉડ સ્પીકર, ડીજે તેમજ મ્યુઝિક સિસ્ટમના ઉપયોગ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.
  • 6. 65 વર્ષથી વધુ વયના વ્યક્તિઓ, અન્ય રોગોથી પીડિત વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ અને 10 વર્ષથી ઓછી વયના વ્યક્તિઓએ ઘરે રહેવું તેવું પણ સલાહ ભર્યું સૂચન રાજ્ય સરકારે સૂચવ્યું છે.
  • 7. મકાન અથવા તો ફ્લેટના ધાબા, અગાશી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં મોટી સંખ્યામાં લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ.
  • 8. કોઈપણ વ્યક્તિ જાહેર જનતાની લાગણી દુભાય તેમ જ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા કોઈપણ પ્રકારના લખાણો, સ્લોગન અને ચિત્રો પતંગ પર લખી શકાશે નહીં.
  • 9. નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની સૂચનાઓ અન્વયે ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધ. 10. જે વ્યક્તિઓ રાજ્યમાં જુદા જુદા શહેરોએ આવેલા પતંગ બજાર જેવા કે અમદાવાદ શહેરમાં આવેલા રાયપુરની મુલાકાત લે ત્યારે કોરોના સંબંધિત દિશા-નિર્દેશનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને વ્યક્તિઓની સંખ્યા મર્યાદિત રહે તે માટે પોલીસ કર્મચારીઓને પણ સહકાર આપવાનો રહેશે.

આ પણ વાંચો:Uttarayan 2022 Jamnagar: પતંગ અને દોરીમાં ભાવ વધારાથી ખુદ વેપારીઓ અકળાયા, લગાવ્યા બેનર

પોલીસનું સર્વેલન્સ રહેશે

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ઉત્તરાયણને લઈને 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધીની નવી SOP જાહેર કરી છે, ત્યારે પોલીસનું સર્વેલન્સ પણ ખાસ પ્રકારનું રાખવામાં આવ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત તેમજ પેટ્રોલિંગ રાખવાની સૂચના પણ વિભાગ દ્વારા આપવામાં આવી છે. આ ઉપરાંત જરૂરિયાત અનુસાર સીસીટીવી અને ડ્રોન મારફતે પણ પોલીસનું સર્વેલન્સ ધાબા ઉપર પણ રાખવામાં આવશે.

આ પણ વાંચો:Corona Effect on Kite Industry : કોરોના વધતાં બહારના ઓર્ડરો કેન્સલ, સુરતના પતંગ વ્યવસાયકારો ચિંતામાં

Last Updated : Jan 10, 2022, 10:11 PM IST

ABOUT THE AUTHOR

...view details