ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના ખેડૂતોની આવક બમણી થાય તેવી જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ 2022માં ખેડૂતોને ખર્ચો ઓછો થાય તેને ધ્યાનમાં લઈને iffco દ્વારા એક ખાસ પ્રકારની ખેતી પદ્ધતિ અપનાવવામાં આવી છે. જેમાં અત્યારે હરિયાણા સરકાર દ્વારા ડ્રોન પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણડ્રોનની મદદથી ખેતી (Use of Drones In Agriculture In Gujarat ) થાય તે બાબતે ઇફ્કો આવનારા સમયમાં રાજ્ય સરકારને ભલામણ કરશે.
ખેતરમાં યુરિયા નાખવા માટે થશે ડ્રોનનો ઉપયોગ
ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણી (IFFCO Chairman Dilip Sanghani) etv ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે ખેતરમાં યુરિયા ફર્ટિલાઇઝર નાખવા માટે ખાસ ડ્રોન ઉપયોગ કરવામાં આવશે. તેની મદદથી ફક્ત ગણતરીની મિનિટોમાં જ 10 વીઘા જેટલી જમીનમાં દવાનો (Use of Drones In Agriculture In Gujarat ) છંટકાવ સાથે કરી શકાશે અને આની મદદથી ખેડૂતોને જોઈને દેનિક મજૂરોને બધું જ કરવું પડે છે તે પણ ચૂકવવું નહીં પડે અને તેમનો ખર્ચ ઓછો થશે. જ્યારે ચોમાસાની સીઝનમાં પણ ખેડૂતો પોતાના ખેતરમાં આસાનીથી દવાનો છંટકાવ કરી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Drone Festival in Ahmedabad: 150થી વધુ પ્રકારના ડ્રોન્સ, જાણો ડ્રોન્સની ઉપયોગીતાઓ