- ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો
- મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કેસમાં વધારો
- હવે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પ્રવેશ માટે ટેસ્ટ જરૂરી
- ગુજરાતમાં પ્રવેશ માટે કોઈ ટેસ્ટ જરૂરી નહિ
ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી રાત્રી કરફ્યૂ નિર્ણયના કારણે કોરોના સંક્રમણમાં ઘટાડો આવ્યો છે. છેલ્લા 15 દિવસની વાત કરવામાં આવે તો 300થી નીચે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે પરંતુ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કોરોના સંક્રમણમાં વધારો થતાં માહરાષ્ટ્ર અને કર્ણાટકની સરકાર દ્વારા રાજ્યમાં પ્રવેશ દરમિયાન ફરજિયાત ટેસ્ટ કરવાનો નિયમ કરવામાં આવ્યો છે પરંતુ ગુજરાતમાં આવા કોઈ પણ પ્રકારનો નિર્ણય ન કરાયો હોવાની વાત સામે આવી રહી છે.
ફક્ત આંતરરાષ્ટ્રીય પેસેન્જર એરપોર્ટ પર ટેસ્ટ કરવાનું ફરજીયાત
ગુજરાતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની જ વાત કરવામાં આવે તો અમદાવાદ સુરત અને રાજકોટમાં આજે પણ પેસેન્જર વિદેશથી આવે તે પેસેન્જરે ફરજિયાત રીતે એરપોર્ટ પર કોરોનાનું ટેસ્ટ કરાવવું ફરજિયાત રહેશે. જ્યારે આંતરરાજ્ય મુસાફર માટે રાજ્ય સરકારે કોઇ જ પ્રકારનો નિર્ણય અને નિયમ કરવામાં આવ્યો નથી. કોઈ પણ રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશ કરવા માટે કોઈ પ્રકારનો ટેસ્ટ ફરજીયાત ન હોવાનું પણ સામે આવ્યું છે.