ગુજરાત

gujarat

ETV Bharat / city

કેન્દ્રિય ગૃહપ્રધાને E-FIRનો કરાવ્યો પ્રારંભ, હવે નહીં ખાવા પડે પોલીસ સ્ટેશનના ધક્કા - મોબાઈલ વાહન ચોરીની ફરિયાદીઓને રાહત

ગાંધીનગરમાં આવેલી NFSUમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે આજે (શનિવારે) E FIRનો પ્રારંભ (Union Home Minister Amit Shah to Launch E FIR) કરાવ્યો હતો. E FIRમાં ફરિયાદી વાહન કે ફોન ચોરી અંગેની ફરિયાદ (Relief to complainants of mobile vehicle theft) કરી શકશે. સાથે જ લોકો કઈ રીતે E FIR નોંધાવી શકશે તેમ જ તેનાથી શું લાભ થશે જોઈએ આ અહેવાલમાં.

કેન્દ્રિય ગૃહપ્રધાને E-FIRનો કરાવ્યો પ્રારંભ, હવે નહીં ખાવા પડે પોલીસ સ્ટેશનના ધક્કા
કેન્દ્રિય ગૃહપ્રધાને E-FIRનો કરાવ્યો પ્રારંભ, હવે નહીં ખાવા પડે પોલીસ સ્ટેશનના ધક્કા

By

Published : Jul 23, 2022, 8:44 AM IST

Updated : Jul 23, 2022, 1:37 PM IST

ગાંધીનગર: રાજયમાં છાશવારે મોબાઈલ અને વાહનોની ચોરીની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે મોબાઈલના ઉપયોગ કરતા અને વાહનમાલિકોને ફરજિયાતપણે મોબાઈલ અને વાહનનો કોઈ પણ પ્રકારનો દૂરુપયોગ ન થાય તેને ધ્યાનમાં લઈને પોલીસ ફરિયાદ કરવી પડતી હોય છે. તે દરમિયાન તેમને અનેક વખત પોલીસના ધક્કા પણ ખાવા પડતા હોય છે અને કલાકના કલાક સમય પણ વેડફાતો હોય છે. ત્યારે આ તમામ પરિસ્થિતિમાંથી મુક્તિ આપવા માટે રાજ્ય સરકારે એક નિર્ણય કર્યો છે. તે અંતર્ગત રાજ્યમાં વાહન અને મોબાઈલ ચોરીની ફરિયાદ ઓનલાઈન કરી શકાય તે માટે નવી સિસ્ટમ શરૂ (Relief to complainants of mobile vehicle theft) કરવામાં આવશે. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે તેનો પ્રારંભ (Union Home Minister Amit Shah to Launch E FIR) કરવામાં આવ્યો હતો.

ઓનલાઈન ફરિયાદ અપલોડ કરવી પડશે - આ અંગે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, 23 જુલાઈએ રોજ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે સવારે 11:30 કલાકે નેશનલ સાયન્સ યુનિવર્સિટીમાં E FIRનો પ્રારંભ (Launch of E FIR at National Science University) કરાવ્યો હતો, જેમાં ફરિયાદી સિટીઝન પોર્ટલ પર (Citizen First Mobile App Citizen Portal) ફરિયાદ કરાવી શકશે. આમાં માત્ર વાહન કે ફોન ચોરી અંગે જ ફરિયાદ કરી શકાશે અને આ ઓનલાઈન ફરિયાદ અપલોડ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતી વખતે અરજીની પ્રિન્ટઆઉટ પર ફરિયાદીની સહી કર્યા બાદ એ અરજીને સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે અને ફરિયાદીને ઈમેલ અથવા તો SMSથી ફરિયાદ અરજી મળ્યાની જાણ પણ જેતે પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે..

ઓનલાઈન ફરિયાદ અપલોડ કરવી પડશે

E FIR કેવી રીતે થશે -રાજ્યના DGP આશિષ ભાટિયાએ E FIR અંગે (DGP Ashish Bhatia on E FIR) જણાવ્યું હતું કે, જ્યારે મોબાઈલ અથવા તો વાહનની ચોરી થાય છે. ત્યારે તાત્કાલિક ધોરણે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનને જરૂર પડતું હતું, પરંતુ હવે સિનિયર સિટીઝન પોર્ટલ અથવા તો એપ્લિકેશન મારફતે ફરિયાદી અરજી કરી શકશે. જ્યારે આ બાબતે તેમને તમામ પ્રકારની માહિતી આપવાની રહેશે. જ્યારે એ ગુજકોપના યુઝર આઈડીથી લોગ-ઈન કરીને બોટલ વર્ક લિસ્ટમાં તે FIR જેતે પોલીસ અધિકારી જોઈ શકશે અને કોઈ પણ સંજોગોમાં 24 કલાકની સમય મર્યાદામાં પ્રાથમિક તપાસ અધિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીને મોકલવામાં આવશે. જ્યારે અપલોડ થયા અને 48 કલાકની સમય મર્યાદામાં ફરિયાદીનો સંપર્ક કરી સંબંધી દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવશે અને 72 કલાકમાં અધિકારીએ તેનો નિકાલ કરવાનો રહેશે. જો 72 કલાકમાં તેના નિકાલ ન થાય તો પેન્ડિંગ હોવા અંગેનો ઈમેલ પણ તરત જ પોલીસ અધિકારીઓને કરવામાં આવશે અને ત્યારબાદ 120 કલાક બાદ અરજી તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધવામાં આવશે.

આ પણ વાંચો-સત્ય સોનાની જેમ ચમકીને બહાર આવ્યું છે... ગુજરાત રમખાણો અંગે કેન્દ્રિય ગૃહપ્રધાનનો ઈન્ટરવ્યૂ

મોડું થયું હશે તો પોલીસ કર્મચારીઓ આપવો પડશે જવાબ -રાજ્ય સરકારે E FIR અંગે 24 કલાક અંદર અરજીની તપાસ કરવાની રહેશે અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે તપાસ કરીને FIR (Union Home Minister Amit Shah to Launch E FIR) પણ નોંધવાની રહેશે, પરંતુ જો 120 કલાક પૂર્ણ થઈ જાય તો જેતે અધિકારીને ઉપરી અધિકારીને શા માટે મોડું થયું તે બાબતનો લેખિતમાં જવાબ પણ રજૂ કરવાનો રહેશે. આમ, આ સિસ્ટમથી રાજ્યનો કોઈ પણ નાગરિક પોતાની ફરિયાદને ઓનલાઇન ચકાસણી કરી શકશે અને ફરિયાદ થઈ છે કે નહીં તે પણ સરળતાથી જાણકારી મેળવી શકશે.

આ પણ વાંચો-Jagannath Rathyatra 2022 : કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે કરી મંગળા આરતી, જૂઓ વિડીયો

આ રીતે ચોરીના વાહનો ઝડપાશે -ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ E FIR અંગે (State Home Minister Harsh Sanghavi on E FIR) જણાવ્યું હતું કે, એ ગુજકોપ ડેટાબેઝના ઉપયોગથી ગુજરાત સરકારે વર્ષ 2019માં રાજ્યના નાગરિકોને કેટલીક પોલીસ સેવાઓ ઓનલાઈન મેળવી શકે તે માટે સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ સિટીઝન પોર્ટલ (Citizen First Mobile App Citizen Portal) શરૂ કર્યું હતું, જેના થકી ઘેર બેઠા કુલ 16 જેટલી પોલીસ સેવાઓ મેળવી શકે છે. જ્યારે આ E FIR સેવાને ગુજરાત રાજ્ય પોલીસ CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ (Command and Control Room) સાથે સંકલન કરવામાં આવ્યું છે. જ્યારે એ FIR નોંધાય ત્યારે યોજાયેલ વાહનો કોઈ ગુનેગાર લઈને જાહેર રસ્તા પરથી પસાર થતા હોય ત્યારે તે વાહન નંબર CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે તરત જ ફ્લેશ થશે, જેનાથી ચોરીના ગુના તાત્કાલિક ધોરણે ડિટેક્ટ કરી શકાશે.

Last Updated : Jul 23, 2022, 1:37 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details