ગાંધીનગર: MS કોલેજના મેદાનમાં આવતીકાલના(ગુરુવારે) છોટાઉદેપૂર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત કરવામાં આવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર, 5 મે 2022ના દિવસે આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂર જિલ્લાને રૂપિયા 136 કરોડના 56 જેટલા વિવિધ વિકાસકામોના લોકાર્પણ, ખાતમૂર્હતની ભેટ આપશે. આ જાહેરાત ભુપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરથી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં જળસંપત્તિ પાણી પુરવઠા(Water Resources Water Supply) તેમજ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, આરોગ્ય રાજ્યપ્રધાન(Minister of State for Health) નિમિષાબહેન સુથાર પણ ઉપસ્થિત રહેશે.
Tribal Community Development: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે છોટાઉદેપૂરના ગામોને મોટી ભેટ આપવાની કરી જાહેરાત - Tribal Community Development
ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે(Chief Minister of Gujarat Announces a Gift) એક જાહેરાતમાં છોટાઉદેપૂર જિલ્લાના(Chhotaudepur District Administration) આદિવાસી વિસ્તારમાં ગામોને સેજ અર્થે એક મોટી ભેટ આપવાની વાત કરી છે. જેમાં અનેકે વિકાસ કામો અને લોકાર્પણો ગુરૂવાર, 5 મે 2022ના દિવસે કરવામાં આવશે.
છોટાઉદેપૂરના ગામોને ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભેટ -છોટાઉદેપૂર જિલ્લા વહીવટીતંત્ર(Chhotaudepur District Administration) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલ જિલ્લા માટે રૂપિયા 86.21 કરોડની 4 જૂથ પાણી પુરવઠા યોજનાઓ(Group water supply schemes), 12 કરોડના ખર્ચે નવનિર્મિત 3 જેટલા રોડ રસ્તાના કામો તેમજ જિલ્લામાં જુદા જુદા ગામો સેજામાં રૂપિયા 2 કરોડના ખર્ચે નિર્માણ થયેલી 29 નવી આંગણવાડીઓના લોકાર્પણ કરવાના છે.
આ પણ વાંચો:Gujarat Foundation Day 2022: શિક્ષણપ્રધાનએ ગુજરાત સ્થાપના દિને પૂર્વે વિદ્યાર્થીઓને આપી આ અનોખી ભેટ
રોડ રસ્તા કામોનું ભૂમિપૂજન - મુખ્યપ્રધાન આ કાર્યક્રમમાં છોટાઉદેપૂર જિલ્લા માટે રૂપિયા 31.50 કરોડના ખર્ચે નિર્માણ થનારા 15 જેટલા રોડ રસ્તા કામોનું ભૂમિપૂજન પણ કરવાના છે. આવી રીતે છોટા ઉદેપુરને ભુપેન્દ્ર પટેલ દ્વારા 56 વિકાસ કામોની ભેટ(Gujarat CM Gift of development works) મળશે. જેમાં આદિવાસી વિસ્તારને લઈને જે વિકાસ કાર્યો કરાશે જેથી આદિવાસી સમાજના લોકોને મૂળભૂત જરૂરિયાતો પૂરી મળી શકશે.