ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં 26 IAS અધિકારીઓની બદલી અને બઢતી - ગાંધીનગર ન્યુઝ

ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં બદલી અને ભરતી આવશે તેવી વાતો સચિવાલયમાં વહેતી થઈ હતી. ત્યારે આજે રાજ્ય સરકારે મોડી રાતથી 26 જેટલા IAS અધિકારીની સત્તાવાર રીતે બદલી અને બઢતીની સત્તાવાર જાહેરાત કરી હતી.

રાજ્યમાં 26 IAS અધિકારીઓની બદલી અને બઢતી
રાજ્યમાં 26 IAS અધિકારીઓની બદલી અને બઢતી

By

Published : Jun 10, 2021, 7:32 AM IST

Updated : Jun 19, 2021, 12:51 PM IST

  • રાજ્યમાં એકસાથે 26 IAS અધિકારીઓની બદલીના હુકમ
  • જયંતિ રવિની ખાલી જગ્યાએ મનોજ અગ્રવાલની આરોગ્ય અગ્ર સચિવ તરીકે નિમણૂક
  • પંકજ કુમારને મહેસુલ સાથે સત્તાવાર ગૃહવિભાગ અપાયું

ગાંધીનગર: ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં બદલી અને ભરતી આવશે તેવી વાતો સચિવાલયમાં વહેતી થઈ હતી. ત્યારે આજે રાજ્ય સરકારે મોડી રાતથી 26 જેટલા IAS અધિકારીની સત્તાવાર રીતે બદલી અને બઢતીની સત્તાવાર જાહેરાત કરી હતી. આ ઉપરાંત રાજ્યમાં આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવિની કેન્દ્ર સરકારે બદલી જતા તેમની ખાલી પડી રહેલી જગ્યા પર મનોજ અગ્રવાલને રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ તરીકેની નિમણૂક આપવામાં આવી છે.

આ પણ વાંચો:માર્ગ મકાન વિભાગનાં કાર્યપાલક ઈજનેર જી.એ.પટેલની બદલી સાથે બઢતી, પદાધિકારીઓએ પાઠવી શુભેચ્છા

ક્યાં અધિકારીને બદલી અને બઢતીના હુકમ આપવામાં આવ્યા તેની વિગત

  • પંકજકુમાર ગૃહ વિભાગના અગ્ર સચિવ તરીકે નિમણૂક
  • વિપુલ મિત્રા પંચાયત રુલર ડેવલોપમેન્ટ
  • રાજીવ કુમાર ગુપ્તા ચીફ સેક્રેટરી ઇન્ડસ્ટ્રીઝ mines ડિપાર્ટમેન્ટ
  • એક રાકેશ જી.એ.ડી પર્સનલ સચિવાલય
  • સુનયના તોમર સામાજિક ન્યાય અને એમ્પાવરમેન્ટ વિભાગના અગ્ર સચિવ
  • કમલ દયાની મહેસુલ વિભાગના અગ્ર સચિવ
  • એમ કે દાસ વાહન વ્યવહાર અને બંદરના અગ્ર સચિવનો વધારાનો હવાલો
  • મનોજ અગ્રવાલ આરોગ્ય અગ્ર સચિવ
  • અરુણ કુમાર સોલંકી ફોરેસ્ટ અને પર્યાવરણ વિભાગના અધિક સચિવ
  • મમતા વસમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ
  • સોનલ મિશ્રા વધુ લેન્ડ ડેવલોપમેન્ટ કમિશનર
  • રમેશ મીના સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના ડિરેક્ટર જનરલ
  • હરિત શુક્લા સેક્રેટરી ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટ
  • વિજય નેહરા સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સેક્રેટરી
  • જયપ્રકાશ શિવહરે કમિશનર હેલ્થ
  • રૂપ બંસત સિંઘ geology અને માઇનિંગ કમિશનર
  • સ્વરૂપ પી. જમીન તકરાર કમિશનર
  • મનીષા ચંદ્રા નાણા વિભાગમાં સેક્રેટરી
  • બંછાનિધિ પાની સુરત મ્યુનિસિપલ કમિશનર બઢતી
  • હર્ષદકુમાર પટેલ લેબર ડિપાર્ટમેન્ટ સચિવ અને રિલીફ કમિશ્નર તરીકે વધારાનો ચાર્જ
  • પી. ભારતી બઢતી ( સેક્રેટરી)
  • રણજીત કુમાર બઢતી ( સેક્રેટરી)
  • શાલિની અગ્રવાલ મ્યુનિસિપલ કમિશનર ઓફ બરોડા
  • કે. કે. નિરાલા મહિલા અને બાળ વિકાસ વિભાગ સચિવાલય
  • એચ કે પટેલ ફૂડ એન્ડ સિવિલ સપ્લાય અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં મેનેજિંગ ડિરેક્ટર
  • એસ એ પટેલ મિડ ડે મિલ કમિશ્નર

આ પણ વાંચો:મોરબીમાં બઢતી અને બદલી પામેલા અધિકારીઓ માટે સમારોહ યોજાયો

મહત્વની બદલીઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી

આમ જોવા જઈએ તો એક વર્ષ બાદ 2022ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. ત્યારે મહત્વની બદલીઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. હવે આવનારા સમયમાં IPS અધિકારીઓ PI અને PSIની ભરતી પણ બહાર પડશે.

Last Updated : Jun 19, 2021, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details