ગાંધીનગર- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel ) મહાનગરોના વિકાસને લઇ વિકાસ કરવા 01 પ્રિલીમનરી અને 04 ડ્રાફટ મળીને કુલ 5 ટાઉન પ્લાનીંગ સ્કીમ એક જ દિવસમાં (TP scheme approval in Gujarat )મંજૂર કરી છે.
કઈ-કઈ સ્કીમ મંજૂર- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટી.પી સ્કીમ-1 બોડકદેવ પ્રિલીમનરી સ્કીમ મંજૂર (TP scheme approval in Gujarat )કરી (TP Scheme of Ahmedabad Municipal Corporation )છે.આ ઉપરાંત 04 ડ્રાફટ સ્કીમ અંતર્ગત અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ-ઔડાની મુસદારૂપ ટી.પી સ્કીમ નં-307 સાંતેજ-રકનપૂર, ગાંધીનગર શહેરી વિકાસ મુસદારૂપ ટી.પી સ્કીમ નં.28 સરગાસણ-પોર-કુડાસણ, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મુસદારૂપ ટી.પી સ્કીમ નં.21 રૂવા-વડવા અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મુસદારૂપ ટી.પી સ્કીમ નં.11 જામનગરનો સમાવેશ (CM approving town planning scheme of 4 cities)થાય છે.
કેટલી જમીન ઉપલબ્ધ થશે ? - મુખ્યપ્રધાને મંજૂર કરેલી આ ચાર ડ્રાફટ ટી.પી સ્કીમને (TP scheme approval in Gujarat )પરિણામે કુલ 24.31 હેક્ટર્સ જમીન સામાજિક અને આર્થિક રીતે નબળા લોકોના આવાસ માટે સંપ્રાપ્ત થવાની છે. આવી જે જમીન સંપ્રાપ્ત થશે તેમાં ઔડાની ડ્રાફટ ટી.પી સ્કીમ 307 સાંતેજ-રકનપૂરમાં અંદાજે 5.56 હેક્ટર્સ, ગાંધીનગર શહેરી વિકાસ ડ્રાફટ ટી.પી 28 સરગાસણ-પોર-કુડાસણમાં 1.86 હેક્ટર્સ, ભાવનગર મહાનગરપાલિકાની ડ્રાફટ ટી.પી સ્કીમ-21 માં 7.65 હેક્ટર્સ અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મુસદારૂપ ટી.પી સ્કીમ-11માં 09.24 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે.