ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર ચૂંટણી 2021 : આજે સવારે 7 કલાકેથી મતદાન શરૂ, વડાપ્રધાનના માતા હીરાબા કરશે મતદાન

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન 2021 (Gandhinagar Municipal Corporation 2021)ની સામાન્ય ચૂંટણી આજે રવિવારે યોજાવા જઈ રહી છે, ત્યારે સવારે 7:00 થી સાંજના 06:00 સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, આજની ચૂંટણીઓમાં કુલ 2,82,380 મતદારો મતદાન કરશે. આ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના માતા હીરાબાએ પણ મતદાન કરવા પહોંચશે.

today gandhinagar municipal corporation election 2021
today gandhinagar municipal corporation election 2021

By

Published : Oct 3, 2021, 4:00 AM IST

  • સવારે 7 વાગ્યાથી સાંજના 6 કલાક સુધી યોજાશે મતદાન
  • ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે જામશે જંગ
  • વડાપ્રધાન મોદીના માતા હીરાબા પણ કરશે મતદાન

ગાંધીનગર : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી(Gandhinagar Municipal Corporation 2021) 3 ઓક્ટોબરના રોજ યોજાઈ રહી છે, ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ 11 વોર્ડમાં 154 જેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે, ત્યારે રવિવારે સવારે 7:00 થી સાંજના 06:00 સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના માતા હીરાબાએ પણ કલાકે મતદાન કરવા જશે.

વડાપ્રધાનના માતા હીરાબા કરશે મતદાન

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા પણ 99 વર્ષની ઉંમરે મતદાન આપવા આવશે, તેઓ પરિવાર સાથે સવારે 9:30 કલાકે રાયસન પેટ્રોલ પંપની પાછળ આવેલી વાડીભાઈ વિદ્યા સંકુલની પ્રાથમિક શાળામાં મતદાન કરશે.

5 તારીખે મતદાન ગણતરી થશે

આજે 3 ઓક્ટોબરના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારે 5 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણીનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે, આમ પાંચ તારીખે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મતદાનની ગણતરી હાથ ધરવામાં આવશે. રાજ્ય ચૂંટણી આયોગના નિયમો પ્રમાણે કોઈપણ વિજેતા થયેલા ઉમેદવારોએ સરઘસ કાઢવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે, તેનું યોગ્ય પાલન થશે કે નહીં તે પણ સમજવું રહ્યું...

તમામ મતદાન મથકોમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરાશે

રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર સંજય પ્રસાદ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને તમામ મતદાન મથકો ઉપર કોઈ પ્રોટોકોલ પ્રમાણે કાર્ય કરવાની સૂચના ચૂંટણી અધિકારી અને ચૂંટણી સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને આપવામાં આવી છે. જ્યારે તમામ મતદાન મથકોમાં થર્મલ ગન, સેનેટાઈઝર, અને ફેસ શિલ્ડ જેવી તમામ વ્યવસ્થા રાખવામાં આવશે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details