ગાંધીનગરઃ પેથાપુર નગરપાલિકા વિસ્તાર સહિત 18 ગામનો ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ગામના પદાધિકારીઓની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે અન્ય કર્મચારીઓને ત્યાં બેસાડી દેવામાં આવ્યાં છે. ત્યારે પેથાપુર નગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકોની સામાન્ય સમસ્યાઓનું સમાધાન આવતું નથી. તેને લઈને આજે પેથાપુરના નગરજનો દ્વારા પેથાપુર નગરપાલિકા કચેરીને તાળા મારવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.
પેથાપુર નગરસદનને તાળાં મારવા આવેલાં ગ્રામજનોએ પોલીસ જોતાં આવેદન આપી સંતોષ માન્યો! - Dumping Site
ગાંધીનગરની નજીક આવેલા પેથાપુર નગરપાલિકા વિસ્તારને ગાંધીનગર કોર્પોરેશનમાં સમાવવામાં આવ્યો છે. જેને લઇને હાલમાં ગ્રામજનોની સમસ્યાનું સમાધાન આવતું નથી. પરંતુ મલાઈ મળતાં કામો કરવામાં આવી રહ્યાં છે. જેને લઈને આજે ગુરુવારે ગ્રામજનો રોષપૂર્વક નગર સેવાસદનની કચેરીએ તાળા મારવા માટે આવ્યાં હતાં. પરંતુ પોલીસનો કાફલો જોતાંની સાથે જ તેમનો રોષ શમી ગયો હતો અને ચીફ ઓફિસરને માત્ર આવેદનપત્ર આપીને રવાના થઇ ગયાં હતાં.
પેથાપુર નગરસદનને તાળાં મારવા આવેલાં ગ્રામજનોએ પોલીસ જોતાં આવેદન આપી સંતોષ માન્યો!
આ બાબતની જાણ પોલીસને થતા મોટી સંખ્યામાં કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો. નગરજનો તાળાં મારવા માટે આવ્યાં પણ હતાં. પરંતુ મોટી સંખ્યામાં પોલીસ હોવાના કારણે ચીફ ઓફિસરને અહીંયા ડમ્પિંગ સાઈટ બનાવવી ન જોઈએ, તે મુદ્દાને લઈને આવેદનપત્ર આપી રવાના થઇ ગયાં હતાં.