- રાજ્યમાં વેક્સિનેશન બાબતે સરકારનો મહત્વનો નિર્ણય
- રાજ્યમાં 100 ટકા વેક્સિનેશનના ટાર્ગેટ માટે મતદાર યાદીનો કરાશે ઉપયોગ
- 88 ટકા જેટલું રસીકરણ ગુજરાતમાં પૂર્ણ
ગાંધીનગર: દેશ અને ગુજરાતમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે રસીકરણ (Vaccination) એક ખૂબ જ મહત્વનું અને મોટું હથિયાર છે ત્યારે ગુજરાતમાં જો રસી (Corona Vaccine)ની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (Department of Health) તરફથી મળતી માહિતી પ્રમાણે 88 ટકા જેટલું રસીકરણ ગુજરાતમાં પૂર્ણ થયું છે. રાજ્યમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા હવે મતદાર યાદીનો ઉપયોગ કરવામાં આવશે.
વોર્ડ પ્રમાણે ચેક કરવામાં આવશે રસી લીધી છે કે નહીં
રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હવે વોર્ડ પ્રમાણે મતદાર યાદીનો ઉપયોગ કરીને એ ખાતરી કરવામાં આવશે કે વ્યક્તિએ કોરોનાની રસી લીધી છે કે નથી લીધી અને જો નથી લીધી અને તેઓ હયાત છે તો તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને તેમનું રસીકરણ કરવામાં આવશે. આ સાથે જ મતદાર યાદીનો ઉપયોગ કરીને રાજ્યમાં 100 ટકા રસીકરણનો ટાર્ગેટ પુરો કરવામાં આવશે.
દિવાળી સુધી કરાશે 100 ટકા રસીકરણ
મહત્વની વાત કરવામાં આવે તો હવે દિવાળીને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ગુજરાત રાજ્યના તમામ નાગરિકોને રસીકરણ આપવાની પ્રક્રિયા પણ આરોગ્ય વિભાગ દ્વારા તેજ ગતિએ કરવામાં આવી છે. રોજના 3 લાખ નાગરિકોને રસીકરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે બાકી રહેતા પ્રથમ ડોઝ અને બીજા ડોઝના તમામ નાગરિકોને દિવાળી સુધીમાં 100 ટકા રસીકરણ કરી દેવામાં આવશે.
મૃતકો અને સ્થળાંતર કરેલા લોકોનો ડેટા તૈયાર કરાશે