- ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવશે ખાસ પોલિસી
- નાર્કોટીકસના કેસ કરનારા પોલીસ જવાનોને આપવામાં આવશે રિવોર્ડ્સ
- પહેલા રિવોર્ડ્સ પોલિસી તમામ પોલીસ જવાનોનો અને અધિકારીઓ માટે એક હતી
- હવે સ્પેશિયલ ડ્રગ્સના કેસ માટે અલગ પોલિસી
ગાંધીનગર : ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય જ્યાંરે એક હતું ત્યારથી પોલીસ મેન્યુઅલ તૈયાર કરવામાં આવ્યું હતું. જે મેન્યુઅલના નીતિ નિયમ પ્રમાણે રાજ્યના તમામ પોલીસ જવાનો અને કર્મચારીઓને સારી કામગીરી બદલ નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારે હવે ગુજરાતમાં સ્પેશિયલ ડ્રગ્સને લગતા કામકાજ કરનારા પોલીસ જવાનો અને અધિકારીઓ માટે ખાસ પ્રકારની પોલીસી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. જેનો લાભ આવનારા સમયમાં નાર્કોટિક્સ વિભાગ અને પોલીસના જવાનોને મળશે.
રાજ્યમાં 70,000 પોલીસ જવાનોને મળશે ફાયદો
મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાંથી આ દૂષણને નાથવા માટે અનેક પ્રયત્નો અને નીતિ નિયમો ઘડવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ દૂર થાય તે માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક ખાસ નાર્કોટિક્સ પોલિસી તૈયાર કરવામાં આવી છે. જે અંતર્ગત કોઈપણ પોલીસની ટીમ ચરસ ગાંજો અફીણ જેવા માદક પદાર્થોના મહત્વના અને મોટા કેસનો પર્દાફાસ કરશે તો જે તે પોલીસ અધિકારી અને તેમના ટીમને રિવોર્ડ આપવામાં આવશે. રાજ્યમાં 70 હજાર પોલીસ જવાનોને ફાયદો મળશે.