ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્ય સરકારે HSRP અને PUCની મુદ્દત વધારી જાણો કઈ છે અંતિમ તારીખ ? - indian traffic rules and fines 2019

ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમન બિલનું ગુજરાત સરકાર દ્વારા તારીખ 16 સપ્ટેમ્બર 2019થી મોટર વ્હીકલ્સ અધિનિયમ 2019નું અમલીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ જાહેર જનતાને પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ (PUC)મેળવવાનું અને હાઇ સિકયુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ (HSRP)લગાવવાની કામગીરી અંગે સરકાર દ્વારા સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી મુદ્દતમાં વધારો કરવાનું નકકી કરવામાં આવ્યું છે.

Gandhinagar

By

Published : Sep 13, 2019, 3:10 AM IST

આ અંગે PUCની મુદતમાં વધારો કરી તારીખ 16 સપ્ટેમ્બર 2019ના બદલે તારીખ 30 સપ્ટેમ્બર 2019 સુધી લંબાવવામાં આવી છે. જયારે HSRP લગાડવાની મુદ્દતમાં એક માસનો વધારો કરવામાં આવેલ છે. જે મુજબ HSRP લગાવવાની કામગીરી તારીખ 16 ઓકટોબર 2019 સુધી લંબાવી છે. આમ ભારે ઘસારાને પહોંચી વળવા રાજ્ય સરકારે મુદ્દતમાં વધારો કરીને રાજ્યની જનતાને રાહત આપી છે.

ABOUT THE AUTHOR

...view details