ગુજરાત

gujarat

ETV Bharat / city

જમીન રીસર્વેની મુદતમાં રાજ્ય સરકારે ફરી વધારો કર્યો, અંતિમ તારીખ 31 ડિસેમ્બર - જમીન સર્વેક્ષણ

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા જમીન માપણીની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજી સુધી સમયમર્યાદામાં જમીન માપણી સર્વે પૂર્ણ ન થયો હોવાના કારણે રાજ્ય સરકારે ફરીથી જમીન સર્વેની મુદતમાં વધારો કર્યો છે. જે હવે ૩૧ ડિસેમ્બર સુધી જમીન માપણી કરી શકાશે. આ ઉપરાંત 31ડિસેમ્બર સુધી સરકારમાં અરજી પણ કરી શકાશે.

જમીન રીસર્વેની મુદતમાં રાજ્ય સરકારે ફરી વધારો કર્યો, અંતિમ તારીખ 31 ડિસેમ્બર
જમીન રીસર્વેની મુદતમાં રાજ્ય સરકારે ફરી વધારો કર્યો, અંતિમ તારીખ 31 ડિસેમ્બર

By

Published : Jul 29, 2020, 5:28 PM IST

ગાંધીનગર :ગુજરાતમાં જમીન માપણી નવા સર્વેમાં રાજ્ય સરકાર દ્વારા 31 ડિસેમ્બર સુધીની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આપણે તેવી જમીનોમાં પણ અનેક ફરિયાદો સામે આવી રહી છે જેમાં રાજ્યમાં પાંચ જિલ્લામાંથી સૌથી વધુ ફરિયાદો રાજ્ય સરકારને પ્રાપ્ત થઇ રહી છે. આમ, 5 જિલ્લામાંથી સૌથી વધુ પ્રમાણમાં આવતી જમીનની વાંધા અરજીનો નિકાલ કરવામાં તંત્રને અડચણ પડી રહી હોવાનું સામે આવ્યું છે.

જમીન રીસર્વેની મુદતમાં રાજ્ય સરકારે ફરી વધારો કર્યો, અંતિમ તારીખ 31 ડિસેમ્બર

જમીન રી-સર્વેમાં 5 જિલ્લાઓ જેવાકે જામનગર - દ્વારકા - બનાસકાંઠા, સાબરકાંઠા - સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ વાંધા અરજીઓ આવી રહી છે. જ્યારે 70 ટકા અરજીઓ પારિવારિક જમીનની સમસ્યાઓને લગતી મળે છે. લોકડાઉનને કારણે જમીન સુધારા અરજીનો નિકાલ ન થતાં મહેસૂલ વિભાગે જમીન રીસર્વેની મુદતમાં વધારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

જમીન રીસર્વેની મુદતમાં રાજ્ય સરકારે ફરી વધારો કર્યો, અંતિમ તારીખ 31 ડિસેમ્બર

ABOUT THE AUTHOR

...view details