- રાજ્ય સરકારની પેટ્રોલ, ડીઝલની વેટની આવક થઈ જાહેર
- છેલ્લા એક વર્ષમાં પેટ્રોલના 3803.41 કરોડ અને ડીઝલમાં 8295.02 કરોડ વેટ સ્વરૂપે આવક થઈ
- CNGમાં 419.88 કરોડ અને PNGમાં 586 કરોડની આવક
ગાંધીનગર: રાજ્યમાં દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે અનેક લોકોએ રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવી પણ આશા વ્યક્ત કરી હતી. જેમાં રાજ્યના નાણાપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલમાં કોઈપણ પ્રકારનો ઘટાડો રાજ્ય સરકાર નહીં કરે છે. જ્યારે ગુજરાત સરકારમાં જે વેટનું રેટ છે તે પણ સમગ્ર દેશમાં 14માં ક્રમે આવતો હોવાનું જણાવ્યું હતું. જ્યારે છેલ્લા એક વર્ષમાં ગુજરાત સરકારને રાજ્યમાં પેટ્રોલ ડીઝલ CNG અને PNGના પર વેટની કુલ આવક સામે આવી છે. જેમાં ફક્ત પેટ્રોલ ડીઝલમાં જ એક વર્ષમાં રાજ્ય સરકારને 12,098.43 કરોડની આવક થઈ છે.
વિધાનસભા ગૃહમાં આપ્યો સરકારે જવાબ
કોંગ્રેસના ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદાએ વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોત્તરીમાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ, CNG, LPG ઉપર વેટ વસુલાત અંગેનો સવાલ કર્યો હતો. જેમાં 15 ઓગસ્ટ 2018 સુધીમાં રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને LPG ઉપર વેટ ચાર્જ કેટલો લગાવવામાં આવે છે અને આબિદ પ્રમાણેની આવક કેટલી સરકારમાં નોંધાઇ છે. તેના જવાબમાં રાજ્ય સરકારે સપ્ટેમ્બર 2019થી ઓગષ્ટ 2020 સુધીના આવક દર્શાવી હતી.
લોકડાઉનમાં પણ સરકારને થઈ પેટ્રોલ પર કરોડોની આવક