ગુજરાત

gujarat

ETV Bharat / city

અધિકારીઓના સંકલનના અભાવે મહત્તમ ક્ષમતા સાથે કાર્યરત નથી થઈ શકતી 108ની સેવા - 108 એમ્બ્યુલન્સ

કોરોના પહેલા અમદાવાદ શહેરમાં ફક્ત 70 જ એમ્બ્યુલન્સ કાર્યરત હતી પરંતુ કોરોના કાળમાં બીજી વધારાની 56 એમ્બ્યુલન્સ વધારવામાં આવી હતી. તેમ છતાં અધિકારીઓના સંકલનના અભાવને કારણે હવે વર્તમાન દિવસોમાં ફક્ત 400 જેટલા જ કેસ સંભાળવામાં આવતા હોવાનું 108 તરફથી વિગતો આપવામાં આવી રહી છે. આ સમગ્ર મામલા વિશે ચાલો જાણીએ આમરા આ વિશેષ અહેવાલમાં...

અધિકારીઓના સંકલનના અભાવે મહત્તમ ક્ષમતા સાથે કાર્યરત નથી થઈ શકતી 108ની સેવા
અધિકારીઓના સંકલનના અભાવે મહત્તમ ક્ષમતા સાથે કાર્યરત નથી થઈ શકતી 108ની સેવા

By

Published : Apr 27, 2021, 7:55 PM IST

  • રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
  • 108ના વિચિત્ર નિર્ણયને કારણે વેઈટિંગ પિરીયડમાં વધારો થયો
  • કોરોનાકાળ પહેલા અમદાવાદ શહેરમાં 70 જેટલી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતીઃ સતીષ પટેલ

ગાંઘીનગર: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં 108ની બુમાબુમ થઇ રહી છે ત્યારે કોરોનાને કારણે 108ના કોલ ફ્લોમાં પણ અનેક ગણો વધારો થયો છે. જ્યારે કોરોના પહેલા અમદાવાદ શહેરમાં ફક્ત 70 જ એમ્બ્યુલન્સ કાર્યરત હતી પરંતુ કોરોનાા કાળમાં બીજી વધારાની 56 એમ્બ્યુલન્સ વધારવામાં આવી હતી. તેમ છતાં અધિકારીઓના સંકલનના અભાવને કારણે હવે વર્તમાન દિવસોમાં ફક્ત 400 જેટલા જ કેસ સંભાળવામાં આવતા હોવાનું 108 તરફથી વિગતો આપવામાં આવી રહી છે.

જ્યાં સુધી હોન્ડઓવર ટાઇમ નહી ઘટે ત્યાં સુધી 108માં વેઈટિંગ નહીં ઘટે

અમદાવાદ શહેરમાં આજની તારીખમાં કુલ 3 દિવસનુ 108માં વેઈટિંગ ચાલી રહ્યું છે. કોઇ દર્દી 108માં ફોન કરે તો 3 દિવસ બાદ તેમને 108ની સેવા પ્રાપ્ત થાય છે. આ બાબતે 108ના ઓપરેશન હેડ સતીષ પટેલે ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચિતમાં જણાવ્યુ હતુ કે, જ્યાં સુધી હેન્ડઓવર ટાઇમ 7 મિનીટ સુધી નહીં આવી જાય ત્યાં સુધી 108નું વેઇટિંગ ઓછુ નહીં થાય. પહેલા 108માં 800 જેટલા કેસ ફક્ત અમદાવાદમાં જ હેન્ડલ કરવામાં આવતા હતા પરંતુ હવે ફક્ત 108 વાળો વિચિત્ર નિર્ણય, અધિકારીઓ અને હોસ્પિટલ વચ્ચે સંકલનના અભાવે 108 હવે રોજના ફક્ત 300થી 400 કેસ હેન્ડલ કરી શકે છે.

108ના વિચિત્ર નિર્ણયને કારણે વેઈટિંગ પિરીયડમાં વધારો થયો

આ પણ વાંચોઃ ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં 108 સિવાયના દર્દીઓને પ્રવેશ ન મળતા રોષ

108 એમ્બ્યુલન્સમાં જ દર્દીને લાવો તેવો વિચિત્ર નિર્ણય

108ના ઓપરેશન હેડ સતીષ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં ખુબ જ વિચિત્ર નિર્ણય કરવામાં આવ્યો છે કે, 108 એમ્બ્યુલન્સમાં જ દર્દી આવે તેને જ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, જેથી આવા વિચિત્ર નિર્ણયને કારણે વેઈટિંગ પિરીયડમાં વધારો થયો છે. જેથી સમયસર 108 એક જગ્યા પરથી બીજી જગ્યા પર પહોંચી શકતી નથી અને લોકો 108ની બુમાબુમ કરે છે. જ્યારે આ નિર્ણય ફક્ત અમદાવાદમાં કર્યો છે.

અમદાવાદમાં વિચિત્ર નિયમ લાગું થતાં લાગે છે લાંબી લાઇન

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 108માં દર્દીઓને લાવવાનો નિર્ણય ફક્ત અમદાવાદ પુરતો જ કરવામાં આવ્યો છે. આ વિચિત્ર નિર્ણયને કારણે જ હોસ્પિટલની બહાર લાંબી લાઇનોના ર્દશ્યો જોવા મળી રહ્યાં છે. ઉપરાંત 108 અમદાવાદમાં હવે કોર્પોરેશના અધિકારીઓ સંભાળી રહ્યા હોવાના કારણે લોકોને આ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. પરીણામે અમદાવાદના કારણે તેઓ ગુજરાતના અન્ય જિલ્લાઓ અને શહેરોમાં વ્યવસ્થિતી સર્વિસ આપી ન શકતા હોવાનો વસવસો પણ અધિકારીએ ઠાલવ્યો હતો.

આ પણ વાંચોઃ કોરોનામાં રોજના 25 હજાર ફોન આવી રહ્યા છે જેથી 108ની કોલ કનેક્ટિવિટીમાં પ્રોબ્લેમ સર્જાયો

પહેલા 70 એમ્યુલન્સ હવે 126 પરંતુ કામમાં શૂન્ય

108ના ઓપરેશન હેડ સતીષ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાકાળ પહેલા અમદાવાદ શહેરમાં 70 જેટલી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી પરંતુ જે રીતે કોરોનાકાળ આવ્યો અને કેસમાં વધારો થવા લાગ્યો ત્યારબાદ વધુ 56 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી હતી. જેથી હવે અમદાવાદ શહેરમાં કુલ 126 જેટલી 108ની એમ્બ્યુલન્સ કાર્યરત છે. જ્યારે કોરોના પ્રથમ ફેઝમાં રોજની 2,800-2,900 ઇમરજન્સી આવતી હતી અને કોરોનાની બીજી લહેર આવતા કોલ ફ્લોમાં વધારો થયો છે, હવે કુલ 4,500 ઇમરજન્સી રોજની સામે આવે છે.

આ પણ વાંચોઃ એશિયાની સૌથી મોટી અમદાવાદની સિવિલ હોસ્પિટલની બહાર 108ની લાંબી લાઇનો લાગી

વર્તમાન સમયમાં સમગ્ર ગુજરાતમાંથી 25,000થી 30,000 કોલ આવે છે

ETV Bharat સાથેની ખાસ વાતચિતમાં 108ના ઓપરેશન હેડ સતીષ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે કોરોનાની બીજી લહેરમાં રોજના એક દિવસમાં રાજ્યમાંથી 25,000થી 30,000 જેટલા કોલ આવી રહ્યા છે, જ્યારે અમદાવાદમાંથી ફક્ત 4,500 જેટલા કોલ આવી રહ્યા છે. પહેલા 108નો રીસ્પોન્સ ટાઇમ 8થી 12 મીનિટ સુધીનો હતો જે હવે વધીને 24 કલાક ઉપર થયો છે. જ્યારે અમદાવાદ અને રાજકોટમાં 108નો ફરજિયાત નિર્ણય કર્યો હોવાને કારણે 108ના સર્વિસમાં હવે મોડુ થઇ રહ્યું છે. ઉપરાંત અમદાવાદ અને રાજકોટમાં સમયસર 108 ના પહોંચતા લોકો વારંવાર ફોન કરી રહ્યા હોવાની વાત પણ તેમણે કરી હતી.

108 અમદાવાદ સિટીનુ હેન્ડલિંગ કોર્પોરેશનના અધિકારીઓ પાસે

આ બાબતે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 108 અમદાવાદ શહેરનુ હેન્ડલિંગ હાલ અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ કરી રહ્યા છે. ધારો કે કોઇ દર્દીનો કોલ આવ્યો અને 108 સ્પોટ પર પહોંચી તો સૌ પ્રથમ તે દર્દીને ચેક કરવામાં આવે છે અને હોસ્પિટલ લઇ જવાના હોય તો 108ના કર્મચારી ફરજિયાત જે તે અધિકારીએ ફોન કરીને પુછવુ પડે છે કે દર્દીને કઈ હોસ્પિટલમાં લઇ જવામાં આવે ? જ્યારે અધિકારીઓ જે હોસ્પિટલનું કહે ત્યાં ફરજિયાત દર્દીને લઇ જવા પડે છે અને ત્યાં દર્દી માટે જગ્યા હોતી જ નથી. આવી રીતે બેથી ત્રણ હોસ્પિટલમાં ફરવુ પડે છે અને ક્યાંય મેડના આવે પછી સિવિલ હોસ્પિટલમાં લઇ જવા પડે છે, જેથી લાંબી લાઇનો લાગે છે, આમ અધિકારીઓનુ હોસ્પિટલ જોડે કોઇ પ્રકારનું સંકલન નહીં હોવાથી દર્દીઓને લઇને 108ને અનેક હોસ્પિટલમાં ફરવુ પડે છે અને 108નો રીસ્પોન્સ ટાઇમમાં વધારો થઇ રહ્યો છે. ઉપરાતં આ કારણે 108ના કર્મચારીઓને ફરજીયાત વધુ ડ્યૂટી પણ કરવી પડે છે.

ABOUT THE AUTHOR

...view details