ગુજરાત

gujarat

ETV Bharat / city

વડાપ્રધાને મુખ્યપ્રધાન સાથે કોરોના અને રસીકરણની રણનીતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અને રસીકરણની રણનીતિની વિસ્તૃત છણાવટ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે કરી હતી.

By

Published : Apr 9, 2021, 1:59 PM IST

વડાપ્રધાને મુખ્યપ્રધાન સાથે કોરોના અને રસીકરણની રણનીતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરી
વડાપ્રધાને મુખ્યપ્રધાન સાથે કોરોના અને રસીકરણની રણનીતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરી

  • 10,000 નવા બેડ ઉપલબ્ધ કરાવાયા
  • ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની સ્ટ્રેટેજી વધારાઇ
  • દિવસના 60,000 RT-PCR ટેસ્ટનું લક્ષ્યાંક

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં થઈ રહેલી કામગીરી અને આગામી સમયમાં કયા પ્રકારની રણનિતી રહેશે તેને લઈને ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, એક અઠવાડિયામાં ગુજરાતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 10,000 નવા બેડ ઉપલબ્ધ કરાવાયા છે. આગામી સમયમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની સ્ટ્રેટેજીને ગુજરાતમાં વધુ અસરકારક બનાવાશે.

વડાપ્રધાને મુખ્યપ્રધાન સાથે કોરોના અને રસીકરણની રણનીતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરી

આ પણ વાંચો:કોરોનાને કારણે સુરત સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગ સિવાયની તમામ OPD બંધ

ગુજરાતમાં પ્રતિદિન 1 લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવે છે

મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રતિદિન સરેરાશ 1 લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાંથી 40,000 જેટલા RT PCR ટેસ્ટ છે. માર્ચની શરૂઆતમાં પ્રતિદિન લગભગ 8,000 જેટલા RT PCR ટેસ્ટ કરવામાં આવતા હતા, જે હાલમાં 40,000 સુધી પહોંચાડવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પ્રતિદિન 60,000 જેટલા RT PCR ટેસ્ટ કરવાનું ગુજરાતનું લક્ષ્યાંક છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં 10 હજાર જેટલા નવા બેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જે પૈકીના 1500 બેડ ઓક્સિજન બેડ છે અને 1000 જેટલા ICU બેડ વધારવામાં આવ્યા છે.

આ પણ વાંચો:કોરોના રસી લીધા પછી પણ અનુસરો કોરોના ગાઈડલાઈન

ગુજરાતને કોરોનાની વેક્સિનના 80 લાખ જેટલા ડોઝ મળ્યા

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 4200 જેટલા વેન્ટિલેટર મોકલવામાં આવ્યા છે, જે હાલમાં ગુજરાતના કોવિડના દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થયા છે. એમ કહીને તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર તરફથી ગુજરાત માટે વેક્સિનનો પર્યાપ્ત જથ્થો મળી રહ્યો છે. આજ સુધીમાં કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને કોરોનાની વેક્સિનના 80 લાખ જેટલા ડોઝ મળ્યા છે. છેલ્લા 15 દિવસથી દેશભરમાં કોરોના કેસોની સંખ્યા વધી રહી છે. જેમાં ગુજરાતમાં પણ વધારો થયો છે. 15 માર્ચ સુધી 1 હજાર કેસ આવતા હતા. જે આજે 3500 સુધી પહોંચી ગયા છે. ત્યારે રાજ્ય સરકારે ટેસ્ટીંગ, ટ્રેકીંગ અને ટ્રીટમેન્ટની નવી સ્ટ્રેટેજી અમલી કરી છે.

ABOUT THE AUTHOR

...view details