- આ હેલ્પલાઇનનો ટોલ ફ્રી નંબર 14443 છે
- સવારે 6થી રાત્રે 12 કલાક સુધી કાર્યરત રહેશે
- નાગરિકો આયુષ તબીબો દ્વારા માર્ગદર્શન મેળવી રહ્યા છે
ગાંધીનગરઃ આયુષ નિયામકની યાદીમાં જણાવ્યાનુસાર ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 14443 દ્વારા આયુષના તમામ અલગ અલગ વિષય નિષ્ણાતો નાગરિકોના સામાન્ય પ્રશ્નોના ઉકેલ માટે ઉપલબ્ધ રહેશે. જેમાં નાગરીકો HELPLINE થકી આયુર્વેદ, હોમિયોપેથી, યોગ, નૈસર્ગિક ઉપચાર (નેચરોપેથી), યુનાની અને સિદ્ધા માટે માર્ગદર્શન મેળવી શકશે.
આ પણ વાંચોઃ કોરોના સામે આર્યુવેદ અસરકારક નીવડી શકે છે- આયુષ મંત્રાલય
આયુષ સારવાર કેન્દ્રોની માહિતી https://ayush.gujarat.gov.in પર ઉપલબ્ધ
આ હેલ્પલાઈનમાં નિષ્ણાતો દ્વારા નાગરીકો તેમજ દર્દીઓને માત્ર ઉપાય કે અનુકૂળ ઇલાજની સાથે તેમની નજીકમાં ઉપલબ્ધ આયુષ કેન્દ્રોની માહિતી પુરી પાડશે. આ સાથે ગુજરાત સરકારના આયુષ પ્રભાગ દ્વારા કોરોનાની શરુઆત (એપ્રિલ 2020)થી જ નાગરિકોને નજીકના આયુષ સારવાર કેન્દ્રોની માહિતી https://ayush.gujarat.gov.in પર ઉપલબ્ધ કરાવેલ છે, જેમાં જે તે આયુષ ડૉક્ટરના વ્યક્તિગત મોબાઈલ નંબરની માહિતી પણ ઉપલબ્ધ કરાવેલ છે અને જેનો ગુજરાતના નાગરિકો લાભ લઈ રહ્યા છે. આ આયુષ હેલ્પલાઇન થકી આયુષ નિષ્ણાતો દર્દીઓને કોવિડ-19 પછીના ઉપાય માટેના સૂચનો (Post Covid Management) અંગે પણ માહિતી આપશે.