ગાંધીનગર કોર્પોરેશનમાં સમાવેશ થયેલા રાયસણ ગામમાં મેયરે વૃક્ષારોપણ કર્યું - મેયર
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હદ વિસ્તારમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે આજે ગાંધીનગરના મેયર રીટાબહેન પટેલ દ્વારા કોર્પોરેશનના હદ વિસ્તારમાં સમાવિષ્ઠ રાયસણ ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 500થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના હદમાં વધારો કરવામાં આવ્યો છે. આસપાસના જે ગામડાં હતાં તેઓને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માં સમાવવામાં આવ્યાં છે ત્યારે આજે પ્રથમ વખત નવા સમાવાયેલા રાયસણ ગામમાં કોર્પોરેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર મેયર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતનું સૌપ્રથમ ગોકુળીયું ગામ તરીકે જાણીતું રાયસણ ગામમાં આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. દર વર્ષે આ ગામમાં 2000 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે 500 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.