- વિધાનસભા ગૃહમાં બિલ રજૂ થશે
- બિલ કામ કાજ સલાહકાર સમિતિની બેઠકમાં મૂકવામાં આવ્યું
- સ્ત્રી સાથે બળજબરી ધર્મ પરિવર્તન કરાશે તો ગુનો ગણાશે
ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ગૃહમાં આવનારા દિવસોમાં ધર્મ પરિવર્તનને લઈને મહત્વનું સુધારા વિધેયક દાખલ કરવામાં આવશે. આ વિધેયકમાં ગુજરાત અધિનિયમ 2003ની કેટલીક કલમોમાં સુધારો કરવામાં આવ્યો છે. આ બિલને રાજ્યપ્રધાન મંડળની બેઠકમાં મંજૂરી આપ્યા બાદ શુક્રવારે કામ કાજ સલાહકાર સમિતિની બેઠકમાં મૂકવામાં આવ્યું હતું. જેમાં સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક સુધારા સામે આવ્યા છે.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સ્ત્રી સાથે બનેલા ગુનામાં 7 વર્ષની કેદ
લવ જેહાદ બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને રૂપિયા 2 લાખ કરતાં ઓછો નહીં એટલા દંડની સજા થશે. તેમાં પણ સગીર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની સ્ત્રી સાથે બનેલા ગુનામાં 7 વર્ષની કેદ અને રૂપિયા 3 લાખથી ઓછો નહીં એટલો દંડ થશે. સ્ત્રી પક્ષના લોહી સબંધ ધરાવતાં કોઈ પણ સંબંધી કાયદા હેઠળ ફરિયાદ કરી શકશે. લગ્ન કરનારા, કરાવનારા કે મદદ કરનારાની વિરૂદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી થશે.