ગુજરાત

gujarat

ETV Bharat / city

ગૃહ વિભાગ દ્વારા 1382 જગ્યાની ભરતીની જાહેરાત કરાઈ - Home Department

વિધાનસભા ગૃહમાં સરકારી ભરતી બાબતે કોંગ્રેસ સરકાર પર અનેક આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહી છે, ત્યારે શુક્રવારના રોજ રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર રીતે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 1382 જગ્યાની જાહેરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે.

Gandhinagar
Gandhinagar

By

Published : Mar 12, 2021, 10:49 PM IST

  • રાજ્ય સરકારના ગૃહ વિભાગની જાહેરાત
  • 1382 ઉમેદવારોની થશે ભરતી
  • PSI કક્ષાની થશે ભરતી

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં સરકારી ભરતી બાબતે કોંગ્રેસ સરકાર પર અનેક આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહી છે, ત્યારે શુક્રવારના રોજ રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર રીતે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 1382 જેટલી જગ્યાની જાહેરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે

ગૃહ વિભાગ દ્વારા 1382 જગ્યાની ભરતીની જાહેરાત કરાઈ

કઈ જગ્યામાં કેટલા ભરતી કરવામાં આવશે

  • બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 202
  • બિન હથિયારી સબ ઇન્સ્પેક્ટર મહિલા 98
  • હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ 72
  • IB ઓફિસર પુરુષ 18
  • IB ઓફિસર મહિલા 9
  • બિન હથીયારી મદદનીશ સબ ઇન્સ્પેક્ટર પુરુષ 659
  • બિન હથીયારી મદદનીશ સબ ઇન્સ્પેક્ટર મહિલા 324

ક્યારે ફોર્મ ભરવાનું થશે શરૂ

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. જે જગ્યાની સીધી ભરતીઓ માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે. આ ખાલી પડેલી જગ્યાઓ પૈકી અનામતની જગ્યાઓની વિગત ઓનલાઈન મુકવામાં આવી છે. જ્યારે 16 માર્ચથી 31 માર્ચ સુધી પોલીસ ભરતીમાં યુવાનો અરજી કરી શકશે.

આ પણ વાંચો :ગૃહવિભાગે 6 IPS અધિકારીઓની બદલી કરી, 3 અધિકારીને ADGP, 2 અધિકારીને IGP તરીકે પ્રમોશન

ABOUT THE AUTHOR

...view details