ગુજરાત

gujarat

ETV Bharat / city

હેલ્થ કાર્ડ કૌભાંડ બહાર આવતા આરોગ્ય તંત્ર સફાળુ જાગ્યુ, 15,000 બોગસ હેલ્થ કાર્ડ રદ કર્યા - બોગસ હેલ્થ કાર્ડ

ગાંધીનગર: રોગની સારવાર સસ્તી અને સારી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ નાગરિકો માટે હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે. જેના માટે આવકનો દાખલો સહિતના પુરાવા રજૂ કરવા પડે છે. પરંતુ ગુજરાત રાજ્યમાં આરોગ્યના કાર્ડ મેળવવા માટે ગેરરીતિ થઇ હોવાનું સામે આવ્યું છે. જેથી રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કુલ 15 હજારથી વધુ બોગસ કાર્ડ રદ કરવામાં આવ્યાં છે. સાથે જ જે પણ અધિકારી અથવા તો સંસ્થાએ આ કાર્ડ ઇસ્યુ કર્યા છે, તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ETV BHARAT
આરોગ્ય વિભાગે 15,000 બોગસ હેલ્થ કાર્ડ રદ કર્યા

By

Published : Jan 3, 2020, 8:32 PM IST

રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં જે ગેરકાયદેસર આરોગ્ય કાર્ડ ઇસ્યુ થયા છે, તે રાજ્ય સરકાર સમક્ષ જૂન મહિનામાં સામે આવ્યું હતું. જેને લઇને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તમામ કલેક્ટરોને જાણકારી આપીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જે તે સમયે જે ક્ષતીવાડા કાર્ડ સામે આવ્યાં તેને ત્વરિત રદ કરવામાં આવ્યાં હતા. જેમાં અત્યારસુધીમાં 15 હજાર જેટલા કાર્ડ રદ કરવામાં આવ્યા છે. સાથે જ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે આ અંગે રાજ્ય સરકાર સાથે પત્રવ્યવહાર પણ કર્યો હતો, પરંતુ કેન્દ્ર સરકાર પત્ર વ્યવહાર કરે તે પહેલા જ રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, એક પરિવારમાંથી ફક્ત 5 વ્યક્તિઓને જ આરોગ્ય કાર્ડ મળી શકે છે. જેથી ખોટી રીતે 5થી વધુ કાર્ડ મેળવનારા તમામ લોકોના કાર્ડ રદ કરવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગે 15,000 બોગસ હેલ્થ કાર્ડ રદ કર્યા

આમ રાજ્ય સરકારે તમામ કલેક્ટરોને આ અંગેની તપાસ સોંપી હતી અને જે તે જગ્યા ઉપર આવા બોગસ કાર્ડ ઇસ્યુ થયા હતા, ત્યાં પોલીસ ફરિયાદ નોંધાવીને પોલીસ તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

રાજકોટ, વડોદરા, સુરત ખાતે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કલેક્ટર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. સાથે જો લોકોએ ખોટી રીતે આવકનો દાખલો જમા કરાવ્યો હશે, તો તે અંગે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details