માત્ર PPE કીટની ખરીદીમાં સરકારે વાપર્યા 31 કરોડ રૂપિયા - ગુજરાત વિધાનસભા ન્યૂઝ
રાજયમાં કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા મોટી સંખ્યામાં ખાનગી એજન્સીઓ પાસેથી PPE કીટની ખરીદી કરવામાં આવી છે. જેને લઈને રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈએ સરકારને PPE કીટની ખરીદીને લઇને પ્રશ્ન પુછયો હતો. વિધાનસભા સત્રમાં નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે PPE કીટની ખરીદીને લઈને જવાબ રજૂ કર્યો હતો. જેમાં સરકારે જાણકારી આપતા કહ્યું કે, કુલ 10 ખાનગી કંપનીઓ પાસેથી 31 કરોડથી પણ વધારેની PPE કીટની ખરીદી કરવામાં આવી હતી.
માત્ર PPE કીટની ખરીદીમાં સરકારે વાપર્યા 31 કરોડ રૂપિયા
By
Published : Apr 2, 2021, 7:23 PM IST
|
Updated : Apr 2, 2021, 8:09 PM IST
કોરોનાના સમયમાં રાજય સરકારે રૂપિયા 31 કરોડથી વધુની ખરીદી PPE કીટ
રઘુ દેસાઇએ વિધાનસભામાં કરેલા પ્રશ્નનો નીતિન પટેલે રજૂ કર્યો જવાબ
સરકારે 5 લાખ 23 હજાર 500 કીટનો ઓર્ડર આપ્યો, પણ સપ્લાય માત્ર 4 લાખ 43 હજાર 560 કીટની જ થઈ
ગાંધીનગરઃ રાજય સરકાર દ્વારા કોરોનાની મહામારીમાં કામ કરી રહેલા ડોક્ટર્સ, નર્સ અને કોરોના વોર્ડમાં કામ કરતા લોકોને PPE કીટ પહેરીને જ કામ કરવાની સુચના આપવામાં આવી હતી. કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટર, નર્સ સહિતના લોકોને કોરોના સંક્રમણ ન થાય તે માટે PPE કીટ કામ આવે છે. જેથી સરકારી હોસ્પિટલોમાં સરકાર દ્વારા PPE કીટ આપવામાં આવી હતી. સાથે સાથે ઇલેકશનમાં પણ PPE કીટ અધિકારીઓેને આપવામાં આવી હતી. ત્યારે રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઇએ સરકારને સવાલ કર્યા હતો કે, છેલ્લા એક વર્ષમાં રાજય સરકાર દ્વારા કઇ કંપની પાસેથી, કેટલી પીપીઇ કીટ કયાં ભાવે ખરીદવામાં આવી, કેટલી કીટ ખરીદવામાં આવી, અને તેને લઇને સરકાર દ્વારા કંપનીઓને કેટલી રકમ ચુકવવામાં આવી છે.
રૂપિયા 320થી લઇને રૂપિયા 1087 સુધીનો ભાવ ચુકવવામાં આવ્યો
રઘુ દેસાઇના સવાલનો જવાબ આરોગ્ય પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જવાબ રજૂ કરતા કહ્યું કે, રાજય સરકાર દ્વારા કુલ 10 કંપનીઓ પાસેથી PPE કીટની ખરીદી કરવામાં આવી હતી. જેમાં રૂપિયા 320થી લઇને રૂપિયા 1087 સુધીનો ભાવ ચુકવવામાં આવ્યો હતો. સરકારે કોરોના કાળ દરમિયાન એક વર્ષના સમયગાળામાં કુલ 10 કંપનીઓેને વિવિધ રીતે 5 લાખ 23 હજાર 500 કીટનો ઓર્ડર આપ્યો હતો. જેમાંથી કંપનીઓએ કુલ 4 લાખ 43 હજાર 560 કીટની સપ્લાય કરી હતી. જેને લઇને સરકારે કુલ રૂપિયા 31 કરોડ 64 લાખ 47 હજાર 949ની રકમ ચુકવી હતી. તમામ કંપનીઓને સરકાર દ્વારા રૂપિયાની ચુકવણી કરી દેવામાં આવી છે. એક પણ કંપનીને રૂપિયા ચુકવવાના બાકી નથી.
સોલા સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, એક PPE કીટનો ઉપયોગ 8 કલાક સુધી કરવામાં આવે છે. કોરોના દર્દીઓના સંપર્કમાં આવતા તમામ લોકોને PPE કીટ આપવામાં આવે છે. જેનાથી કોરોનાનો ચેપ સારવાર કરતા ડોક્ટર, નર્સ, સફાઇ કામદારો, જમવાનું આપનારા સહિત કોરોના વોર્ડ સાથે સંકળાયેલા તમામ લોકો કે જેનાથી સંક્રમિત ન થયા તે માટે PPE કીટ આપવામાં આવે છે. જો કોઇ પણ દર્દીનું કોરોનાથી મૃત્યું થાય, તો તેવા કિસ્સામાં તેના સગા-સંબંધીને બે PPE કીટ આપવામાં આવે છે. જેનાથી તેમના સંબંધીઓ અને પરિવારના લોકો કોરોના સંક્રમિત ન થાય અને તેમની અંતિમવિધી કરી શકે. આ PPE કીટ કાપડ જેવા મટીરીયલની હોય છે. જેનાથી કોરોના વાઇરસની અસર ન થાય.