ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત સરકારને "સુપ્રીમ" રાહત, હાઈકોર્ટના આદેશ પર લગાવ્યો સ્ટે - સુઓમોટો

રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. જે અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને રાજ્ય સરકાર કોવિડ કેર સેન્ટરમાં 4થી 5 કલાકની સેવા આપે તેવો નિર્ણય કર્યો હતો. ત્યારે ગતરોજ મળેલી હાઈ પાવર કમિટીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ચર્ચાના અંતે ગુજરાત સરકારે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો હતો.

માસ્ક ન પહેરે તો કોવિડ સેન્ટરમાં સેવા આપવાના હાઈકોર્ટના નિર્ણયને સરકારે સુપ્રીમમાં પડકાર્યો
માસ્ક ન પહેરે તો કોવિડ સેન્ટરમાં સેવા આપવાના હાઈકોર્ટના નિર્ણયને સરકારે સુપ્રીમમાં પડકાર્યો

By

Published : Dec 3, 2020, 1:13 PM IST

Updated : Dec 3, 2020, 4:05 PM IST

  • ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
  • માસ્ક નહીં પહેરનારને કોવિડ સેન્ટરમાં ફરજ બજાવવાનો હાઈકોર્ટે આપ્યો હતો નિર્ણય
  • બુધવારે હાઈ પાવર કમિટીની બેઠક બાદ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાનો કર્યો નિર્ણય

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અંગે વારંવાર લોકોને અપીલ કરવામાં આવી રહી છે. આમ છતાં કેટલાક લોકો માસ્ક પહેરતા નથી. ત્યારે માસ્ક નહીં પહેરતા લોકો અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો હતો. હાઈકોર્ટે જણાવ્યું કે, માસ્ક નહીં પહેરનારા લોકોએ કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સેવા આપવી પડશે. સાથે જ હાઈકોર્ટે રાજ્ય સરકારને આ મુદ્દે જાહેરનામું બહાર પાડવા હુકમ કર્યો હતો. જે મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

માસ્ક ન પહેરે તો કોવિડ સેન્ટરમાં સેવા આપવાના હાઈકોર્ટના નિર્ણયને સરકારે સુપ્રીમમાં પડકાર્યો
બુધવારે રાત્રે મળેલી કોર કમિટીમાં લેવાયો નિર્ણયરાજ્યમાં કોરોના સંક્રમણના આંકડા મુદ્દે રાજ્ય સરકાર દ્વારા હાઈ પાવર કમિટીની બેઠક રોજ સાંજે છ વાગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજવામાં આવે છે. બુધવારે મળેલી બેઠકમાં હાઈકોર્ટે આપેલા નિર્ણય બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પણ જણાવ્યું હતું કે, કોર કમિટીમાં નિર્ણય કર્યા બાદ જ રાજ્યમાં માસ્ક વગર ફરતા લોકોને કોવિડ કેરમાં ફરજ આપવી કે નહીં તે બાબતે નિર્ણય કરવામાં આવશે. જ્યારે બુધવારે મળેલી કોર કમિટીની બેઠકમાં હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાત સરકારને "સુપ્રીમ" રાહત

આ મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને રાહતા આપતો ચુકાદો સંભળાવ્યો છે અને ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે મુક્યો છે. ચુકાદામાં જણાવવામાં આવ્યું છે કે માસ્ક અંગે કડક કાર્યવાહીને લઈને રાજ્ય સરકાર SOP તૈયાર કરશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે ગુજરાત હાઈકોર્ટના માસ્ક નહીં પહેરનારા લોકોએ કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સેવા આપવાના ચુકાદાને સુપ્રીમ કોર્ટ પરડકાર્યો હતો.

Last Updated : Dec 3, 2020, 4:05 PM IST

ABOUT THE AUTHOR

...view details