રાજ્ય સરકારે PGVCL, DGVCL અને MGVCLની પરીક્ષા રદ કરી છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, હાઈકોર્ટે આપેલી સૂચનાને અનુસરવા માટે વીજ સહાયકની પરીક્ષા રદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટ દ્વારા સરકારને હુકમ આપવામાં આવ્યો હતો કે, હવે જે પણ સરકારી પરીક્ષા લેવામાં આવે તેમાં 10 ટકા બિન અનામત ઉમેદવારો માટે રિઝર્વ રાખવામાં આવે. જેથી રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી છે.
રાજ્યમાં વધુ એક પરીક્ષા પર પાણી ફરી વળ્યું, સરકારે વીજ સહાયકની પરીક્ષા કરી રદ્દ - વીજ સહાયકની પરીક્ષા રદ
ગાંધીનગર: છેલ્લા કેટલાય સમયથી રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવતી જાહેર ભરતીની પરીક્ષાઓ ચર્ચામાં રહે છે. ક્યારેક પેપર ફૂટી જાય છે, તો ક્યારેક પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. જ્યારે અમુક વખતે લાયકાતને કારણે પરીક્ષા રદ કરવામાં આવે છે. શનિવારે રાજ્ય સરકાર દ્વારા વધુ એક વીજ સહાયક પરીક્ષા રદ કરવામાં આવી છે.
રાજ્યમાં વધુ એક પરીક્ષા રદ, વીજ સહાયકની પરીક્ષા સરકારે રદ કરી
આ મહિનાના અંતમાં જ રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા યોજાવાની હતી. પરંતુ હવે પરીક્ષાના ગણતરીના દિવસો પહેલાં રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી છે. જેને કારણે પરીક્ષાર્થીઓએ કરેલી મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે.
સરકાર દ્વારા જે પરીક્ષા રદ કરવામાં આવી છે, તેમાં ફક્ત 900 જેટલા ઉમેદવારોની ભરતી કરવાની હતી. પરંતુ હવે જે નવી ભરતી બહાર પાડવામાં આવશે, તેમાં 1500થી વધુ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. જેની જાહેરાત ટૂંક સમયમાં બોર્ડ દ્વારા કરવામાં આવશે.
Last Updated : Dec 14, 2019, 1:14 PM IST