ગુજરાત

gujarat

ETV Bharat / city

જો રાજ્ય સરકાર તમામ વિભાગમાંથી 10 ટકા ફંડ કાપે તો કોરોના સામે વધુ ફંડ ઉભુ થાય - કોરોના વાઇરસ

રાજ્યમાં અત્યારે કોરોનાનો કહેર વર્તી રહ્યો છે, ગુજરાતની જનતા કોરોનામાં પીંસાઇ રહી છે અને લોકો પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા હોવાના દાખલા પણ અનેક સામે આવી રહ્યા છે, સ્મશાનમાં અને મરણના દાખલા લેવા માટે લાંબી લાઇનો જોવા મળી રહી છે. રાજ્યમાં અનેક બેડની અછત, ઇન્જેક્શનની અછત, ઓક્સિજનની અછત વર્તાઇ રહી છે. જો રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં નાણાપ્રધાન નિતીન પટેલ દ્વારા કુલ 2,27,029 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે ત્યારે આ બજેટના ફક્ત 10 ટકા એટલે 22,702.9 કરોડ રૂપીયા કોરોના પાછળ ખર્ચીને સુવિધાઓ વધારે તો ગુજરાતની જનતા પરનું મોટુ સંકટ ટળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે

જો રાજ્ય સરકાર તમામ વિભાગમાંથી 10 ટકા ફંડ કાપે તો કોરોના સામે વધુ ફંડ ઉભુ થાય
જો રાજ્ય સરકાર તમામ વિભાગમાંથી 10 ટકા ફંડ કાપે તો કોરોના સામે વધુ ફંડ ઉભુ થાય

By

Published : Apr 30, 2021, 7:37 PM IST

  • કોરોના ફંડ તરીકે 22,702.9 કરોડ રૂપિયાનું ફંડ ઉભુ થાય
  • તમામ વિભાગના કરોડો રૂપીયાની કરવામાં આવી છે ફાળવણી
  • રાજ્ય સરકારે અત્યાર સુધીનું સૌથી મોટુ બજેટ રજૂ કર્યુ છે
  • વર્ષ 2021-22નું બજેટ છે 2,27,029 કરોડ રૂપિયા

ગાંઘીનગરઃ રાજ્યના નાણાપ્રઘાન નીતિન પટેલે વિઘાનસભા ગૃહમાં બજેટ રજૂ કરી રહ્યા હતા અને બજેટ પહેલા પણ મિડીયા સમક્ષમાં વાતમાં પટેલે જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર દ્વારા આ વર્ષનું અત્યારસુધીનુ સૌથી મોટુ બજેટ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે કુલ 2,27,029 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યુ હતુ. જ્યારે બજેટના પુસ્તકમાં પણ રાજ્ય સરકારે લેખીત આપ્યુ છે કે, કોરોનાના કપરાકાળમાં પણ ગુજરાતે વિકાસની વણથંભી યાત્રાને વધુ વેગવંતી બનાવવા અત્યાર સુધીનું સૌથી મોટું રૂપિયા 2,27,029 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરતા નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ.

તમામ વિભાગના કરોડો રૂપીયાની કરવામાં આવી છે ફાળવણી

આ પણ વાંચોઃ વિધાનસભા ગૃહમાં બજેટ મુદ્દે થઈ ચર્ચા, 84 ધારાસભ્યોએ લીધો ભાગ

જો બજેટના 10 ટકા રકમ કોરોનામાં ફળાઇ તો ?

રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે બજેટમાં કુલ 2,27,029 કરોડનુ બજેટ વિધાનસભા ગૃહમાં રજુ કરવામાં આવ્યુ છે જો રાજ્ય સરકાર દ્વારા અત્યારે વર્તમાન સમયમાં બજેટમાં કુલ 10 ટકાની રકમ કોરોનાના પાછળ ફાળવવામાં આવે તો કુલ 22,702.9 કરોડની ફાળવણી કોરોના પાછળ થઇ શકે જેથી આટલી રકમ કોરોનાની વર્તમાન પરીસ્થિતીને કાબુ કરવામાં મહ્તવની સાબિત થઇ શકે છે જ્યારે ગયા વર્ષે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી આપત્તિ ફંડનુ પણ રાજ્યના જાગૃત નાગરીક દ્વારા ફંડ આપવામાં આવ્યુ છે. આમ આનો ઉપયોગ કરીને પણ સરકાર પરિસ્થિતીને કાબૂમાં લઇ શકે તેવી પણ શક્યતાઓ દેખાઇ રહી છે.

જો રાજ્ય સરકાર તમામ વિભાગમાંથી 10 ટકા ફંડ કાપે તો કોરોના સામે વધુ ફંડ ઉભુ થાય

ગયા વર્ષે નવી ખરીદીની સરકારે મનાઇ ફરમાવી હતી

રાજ્ય સરકાર દ્વારા ગયા વર્ષએ જ્યારે કોરોનાની પ્રથમ લહેર ગુજરાતમાં આવી હતી. તે સમયે કોઇપણ વિભાગ ખોટો ખર્ચ ના કરે તેને ઘ્યાનમાં લઇને રાજ્ય સરકારના વહિવટી વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોટીફિકેશન જાહેર કરીને કોઇ પણ વિભાગને નવા ફર્નિચર, ગાડી, કે અન્ય કોઇ બિનજરૂરી વસ્તુ કે ખરીદવાની મનાઇ ફરવામાં આવી હતી. આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઇ જ સત્તાવાર જાહેરાત કરી નથી.

આ પણ વાંચોઃ બેરોજગારી મુદ્દે વિધાનસભાગૃહમાં હોબાળો, 8 શહેરી વિસ્તારોમાં 55,272 બેરોજગારો

મુખ્યપ્રધાન રૂપાણી ગત વર્ષે બજેટમાં 10 ટકા રકમનો કાપ મુક્યો હતો

રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યારે પ્રથમ કોરોનાની લહેર પુર્ણ થવાને આરે હતી અને ઘીમે ઘીમે સરકાર દ્વારા અનલોક લાગુ કરવામાં આવ્યુ હતુ ત્યારે રાજ્યના મુખ્યપ્રઘાન વિજય રૂપાણીએ તમામ કેબિનેટ પ્રધાનો સાથે અલગ અલગ બેઠક કરીને અને ફક્ત મહત્વના પ્રોજેક્ટ પર ઘ્યાન આપવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ અન્ય જે પ્રોજેક્ટ જે વર્તમાન સમયમાં મહત્વ ઘરાવતા ન હતા તેમને સાઇડમાં મૂકીને તેની પાછળ જે રકમ ફાળવવામાં આવી હતી તેને કોરોના પાછળ ખર્ચ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારના મહત્વના વિભાગો, અને જો તેમાંથી 10 ટકા કાપ થાય તો કેટલી રકમ કોરોના પાછળ વપરાઇ શકે

વિભાગો/યોજનાઓ

જોગવાઇ

(કરોડ રૂપિયામાં)

10 ટકા કાપ થાય તો

(કરોડ રૂપિયામાં)

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ 7,232 723.2
બાગાયત ખાતાની યોજનાઓ 442 44.2
આદિજાતિ વિસ્તાર 1,349 134.9
જળસંપત્તિ વિભાગ 5,494 549.4
શિક્ષણ વિભાગ 32,719 3271.9
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ 11,323 1132.3
મહિલા અને બાળ વિકાસ વિભાગ 3511 351.1
પાણી પૂરવઠા પ્રભાગ 3,974 397.4
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ 4,353 435.3
આદિજાતિ વિકાસ વિભાગ 2,656 265.6
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ 8,796 879.6

ABOUT THE AUTHOR

...view details