- ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 18 એપ્રિલે યોજવામાં આવશે
- મહિલા મતદારની સંખ્યા 1,36,993, પુરુષ મતદારોની સંખ્યા 1,45,378
- ગાંધીનગર મહાનગરપાલિકાના 284 બુથો પર થશે મતદાન થશે
ગાંધીનગર:કોરોનાના વધતા કેસો સામે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 18 એપ્રિલના રોજ યોજવામાં આવશે.જેની આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ વખતની ચૂંટણીના 11 વોર્ડ હશે જેના ટોટલ મતદારોની સંખ્યા 2,82,380 છે. જેમાં મહિલા મતદાતાઓ પણ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.
આ પણ વાંચો:ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર
વોર્ડ નંબર 9 સૌથી મોટો વોર્ડ, 33,106 મતદાતા
મહાનગર પાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડમાં 44 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે, ત્યારે, આ 11 વોર્ડમાં 8થી 10 વોર્ડ સૌથી મોટા છે. તેમાં પણ, વોર્ડ નંબર 9 સૌથી મોટો વોર્ડ છે. એક જ વોર્ડમાં 33,106 મતદાતા છે. આ ત્રણ વોર્ડની જ સંખ્યા 1 લાખની નજીક છે.
આ પણ વાંચો:રાજ્ય ચૂંટણી આયોગે ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી, વોર્ડ સીમાંકનની કરી જાહેરાત
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ રાખવામાં આવી છે. જ્યારે, ચૂંટણી બાદ 20 એપ્રિલે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 27 માર્ચે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવશે. આથી, ઉમેદવારોમાં ટિકિટને લઈને અત્યારથી જ દોડાદોડી જોવા મળી રહી છે.