- રાજ્ય સરકારનો 26 જાન્યુઆરીનો કાર્યક્રમ જાહેર
- દાહોદ ખાતે કરવામાં આવશે રાજ્યકક્ષાની ઉજવણી
- CM રૂપાણી અને રાજ્યપાલ દાહોદમાં કરશે ધ્વજવંદન
- તમામ પ્રધાનોને જિલ્લાની ફાળવણી કરવામાં આવી
ગાંધીનગર: 26મી જાન્યુઆરીની ઉજવણી માટે રાજ્ય સરકારે આયોજન પૂર્ણ કર્યું છે. આજે બુધવારે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે જાહેર કર્યું હતું કે, રાજ્યકક્ષાના 26મી જાન્યુઆરીની ઉજવણીનો કાર્યક્રમ દાહોદ ખાતે કરવામાં આવશે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દાહોદ ખાતે હાજર રહેશે, જ્યારે અન્ય કેબિનેટ પ્રધાનો અને રાજ્યકક્ષાના પ્રધાનોને જિલ્લા ફાળવવામાં આવ્યા છે.
દાહોદ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી
આ વર્ષે રાજ્યકક્ષાની 26મી જાન્યુઆરીની ઉજવણી દાહોદ જિલ્લામાં કરવામાં આવશે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આજે બુધવારે આ અંગે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યના ગવર્નર દેવવ્રત આચાર્ય અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણી દાહોદ ખાતે કાર્યક્રમમાં હાજર રહેશે.