ગુજરાત

gujarat

ETV Bharat / city

ધારાસભ્યો માટે નવા આવાસો બને તે અગાઉ નાયબ મુખ્યપ્રધાન નિરીક્ષણ કરશે - નાયબ મુખ્યપ્રધાન

ગાંધીનગરમાં સેક્ટર 17 ખાતે ધારાસભ્યો માટે નવા આવાસ બનાવવામાં આવશે. અત્યારે અહીં જે મકાનો છે. તે જર્જરિત હાલતમાં છે. નાયબ મુખ્યપ્રધાન અને વિધાનસભાના અધ્યક્ષ અહીં મુલાકાત લેશે. લગભગ મંગળવારે તેઓ અહીં નિરીક્ષણ માટે આવશે.

ધારાસભ્યો માટે નવા આવાસો બને તે અગાઉ નાયબ મુખ્યપ્રધાન નિરીક્ષણ કરશે
ધારાસભ્યો માટે નવા આવાસો બને તે અગાઉ નાયબ મુખ્યપ્રધાન નિરીક્ષણ કરશે

By

Published : Jul 12, 2021, 2:23 AM IST

  • નાયબ મુખ્યપ્રધાન અને અધ્યક્ષ મંગળવારે મુલાકાત લેશે
  • વિધાનસભામાં નવા કવાર્ટર્સ બનવાની જાહેરાત થઈ હતી
  • આ જર્જરિત મકાનોમાં રહેતા કર્મચારીઓને નોટિસ પાઠવવામાં આવી


ગાંધીનગર : સેક્ટર 17 ખાતે જૂના MLA ક્વોટર્સ આવેલા છે. વર્ષો જુના આ ક્વોટર્સ હાલમાં જર્જરિત હાલતમાં છે. થોડા સમય અગાઉ વિધાનસભાના સત્ર દરમિયાન નવા MLA ક્વોટર્સ બનાવવાની જાહેરાત કરાઈ હતી. જ્યારબાદ આ જર્જરિત મકાનોમાં રહેતા કર્મચારીઓને મકાન ખાલી કરવા નોટિસ આપી દેવામાં આવી છે અને નવા MLA ક્વોટર્સ બનવાના શરૂ થાય તેે પહેલા નાયબ મુખ્યપ્રધાન તેમજ વિધાનસભાના અધ્યક્ષ મંગળવારે આ મકાનોની મુલાકાત લેશે.

ધારાસભ્યો માટે નવા આવાસો બને તે અગાઉ નાયબ મુખ્યપ્રધાન નિરીક્ષણ કરશે

5 માળના અદ્યતન સુવિધા સાથેના આવાસો બનાવવામાં આવશે

જુના MLA ક્વોટર્સમાં કુલ 168 મકાનો આવેલા છે. MLA ક્વોટર્સ હોવા છતા ત્યાં એક પણ ધારાસભ્ય રહેતા નથી. ઘણી વખત આ આવાસો નાના પડતા હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે. જેના કારણે સરકારના બજેટમાંથી ધારાસભ્યો માટે તે જ જગ્યાએ 5 માળના અદ્યતન સુવિધા સાથેના આવાસો બનાવવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત મંગળવારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ અહીંની મુલાકાત લેશે. ચોંકાવનારી બાબત એ છે કે, ધારાસભ્યો પાસેથી આ આવાસ માટે માત્ર 37 રૂપિયા ભાડું વસૂલાતું હતું. જે અન્ય સરકારી કર્મચારીઓના ક્વોટર્સ માટેના ભાડા કરતા અનેક ગણું ઓછું છે.

આ પહેલા એરફોર્સના કર્મચારીઓ રહેતા હતા

સેકટર 17 ખાતે અત્યારે જુના મકાનો જર્જરિત હાલતમાં છે. જોકે, અગાઉ આ મકાનોમાં એરફોર્સના કર્મચારીઓ રહેતા હતા. જેમને લેકાવાડા ખાતે આવાસ ફાળવવામાં આવતા તેઓ ત્યાં શિફ્ટ થયા છે. જોકે, જૂજ સંખ્યામાં હજુ પણ કેટલાક કર્મચારીઓ રહેતા હોવાથી સરકાર દ્વારા જાહેર નોટીસ આપીને આ મકાનો ખાલી કરવા આદેશ અપાયો છે. બહાર નોટિસ પણ લગાવવામાં આવી છે કે, આ મકાનો ભયજનક અને જર્જરિત હોવાથી રહેવાલાયક નથી.

ABOUT THE AUTHOR

...view details