ગાંધીનગર : રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી ધોરણના 10ના બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે તેવો નિર્ણય કોર કમિટીમાં લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો -વિદ્યાર્થીઓના માસ પ્રમોશન અંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કરી સ્પષ્ટતા
ગુજરાત રાજ્યમાં કુલ 10,977 શાળાઓના 9.50 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 15 એપ્રિલના રોજ ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શાળા સંચાલકોએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો.
આ પણ વાંચો -ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા ધોરણ 1થી 9 અને 11ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.