ગાંધીનગર: રાજ્ય ચૂંટણી આયોગ (State Election Commission) દ્વારા 19 ડિસેમ્બરના રોજ 8686 ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election Gujarat 2021) યોજાઈ હતી. જેમાં છ કિસ્સામાં મહત્વના કામકાજમાં ક્ષતિ અથવા કાર્યરીતિની ક્ષતિના કારણે 20 ડીસેમ્બરના રોજ પુન: મતદાન યોજવામાં આવ્યું હતું. આ તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી (The counting of votes) 21 ડિસેમ્બરના રોજ સવારે 9 કલાકે શરૂ થશે જ્યારે તમામ જિલ્લાઓમાં મતગણતરી (gram panchayat election vote counting) માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મત ગણતરીની વિગતો રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઈટ પરથી પણ જોઇ શકાશે.
મતગણતરીની વ્યવસ્થા
- મતગણતરી સ્થળની સંખ્યા: 344
- મતગણતરી હોલની સંખ્યા: 1711
- મતગણતરી ટેબલની સંખ્યા: 4519
- મતગણતરી સ્ટાફની સંખ્યા: 19,916
- મતગણતરી સ્થળ પોલીસ સ્ટાફની સંખ્યા: 14,291
- મતગણતરી આરોગ્ય સ્ટાફની સંખ્યા: 2576
- વર્ગ 4ના અધિકારીઓની સંખ્યા: 5914
ઝોન પ્રમાણે મતદાનની સરેરાશ ટકાવારી
- દક્ષિણ ગુજરાત: 57 ટકા
- ઉત્તર ગુજરાત: 62 ટકા
- સૌરાષ્ટ્ર કચ્છ: 60 ટકા
- મધ્ય ગુજરાત: 58 ટકા
- રાજ્યમાં સરેરાશ કુલ મતદાન: 62 ટકા