- રાજ્યમાં ઉજવણી થશે 75 સ્વતંત્રતા દિવસની
- જૂનાગઢમાં યોજાશે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ
- રાજ્ય સરકારે શિક્ષકોના નામ જાહેર કર્યા
ગાંધીનગર : રાજ્યકક્ષાની 75માં સ્વતંત્ર પર્વની ઉજવણી જૂનાગઢ ખાતે થવા જઈ રહી છે, ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોની યાદી રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર 15મી ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન આ 30 શિક્ષકોને પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવશે.
આ પણ વાંચો- રાજ્યના 6 પોલીસ કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ ગૃહમંત્રાલય દ્વારા પુરસ્કાર અપાશે
ક્યાં શિક્ષકોની થઈ પસંદગી
રાજ્ય સરકાર દ્વારા 30 જેટલા શિક્ષકોને પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં વર્ષ 2021 માટે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક વિભાગમાંથી 11 શિક્ષકો, માધ્યમિક વિભાગમાંથી 5 શિક્ષકો, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી 2 શિક્ષકો, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આચાર્ય કેટેગરીમાંથી 6 શિક્ષકો, મુખ્ય શિક્ષક 4 અને ખાસ શિક્ષક શિક્ષકો કેટેગરીમાં 2 શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ વિવિધ કેટેગરીમાંથી ઝોન પ્રમાણે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ આપવામાં આવશે.
પ્રાથમિક વિભાગના શિક્ષકોની યાદી
- દિનેશભાઈ મોહનભાઈ ભેંસદડીયા સૌરાષ્ટ્ર ઝોન
- રંજનબેન મોહનભાઈ નિમાવત સૌરાષ્ટ્ર ઝોન
- રાજેશ કુમાર ગંગદાસ ભાઈ બરોચીયા સૌરાષ્ટ્ર ઝોન
- ભારતીબેન શામળભાઇ પટેલ ઉત્તર ઝોન
- મનિષાબેન પુંજાલાલ શાહ ઉત્તર ઝોન
- જીગ્નેશકુમાર ગૌતમભાઈ પ્રજાપતિ મધ્ય ઝોન
- હસમુખભાઈ પરાગભાઈ વણકર મધ્ય ઝોન
- સંજય કુમાર ભગાભાઈ જણસારી મધ્યઝોન
- ગોવિંદભાઈ માધાભાઈ રોહિત મધ્ય ઝોન
- વિમલકુમાર દાઉદભાઇ ગામીત દક્ષિણ ઝોન
- કપિલાબેન વિરસંગભાઈ ચૌધરી દક્ષિણ ઝોન