ગાંધીનગર:કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં GST કર લાગુ કરવામાં આવ્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો અનેક લોકો પર GSTમાં ચોરી અને બોગસ બિલિંગ કરીને GST(GST by bogus billing) મેળવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આવા લેભાગુ તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાણા વિભાગમાંથી(Gujarat Finance Department) મળતી માહિતી પ્રમાણે વર્ષ 2022માં કર ચોરીના ગુનામાં(Crimes of tax evasion) કુલ 24 આરોપીઓની અને બોગસ બિલિંગ કેસમાં(Bogus billing cases) વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 89 શખ્સોની ધરપકડ કરેલી છે.
આ પણ વાંચો: GSTમાં ગયા વર્ષ કરતા 2022માં 20 ટકાનો વધારો નોંધાયો, જાણો કેટલો થયો વેપલો
ઓફલાઈન ફરિયાદ ઓનલાઇન ચેકીંગ - રાજ્ય સરકારના અન્વેષણ વિભાગ દ્વારા GSTમાં થતી ચોરીની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આ બાબતે રાજ્ય વેરા વિભાગની અન્વેષણ શાખા દ્વારા રાજ્ય કર વિભાગને કર ચોરી અંગેની ફરિયાદો સામાન્ય રીતે મળી છે. આવી ફરિયાદ અરજીઓમાં કેટલાક કેસોમાં કરચોરીની વિગતવાર માહિતી અને પુરાવાઓ પણ ફરિયાદી દ્વારા આપવામાં આવે છે. આવી ફરિયાદની અરજીઓની ચકાસણી ઓનલાઈન(Verification of complaint applications online) કરવામાં આવે છે કે જ્યારે જે વ્યક્તિ અથવા તો જે કંપની વિરુદ્ધ ફરિયાદ આવી હોય તેમાં online તપાસ કરવામાં આવે છે અને તપાસમાંથી મળે ઇનપુટના આધારે જે કેસમાં વિસંગતતા જણાય તેવા કેસમાં વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આમ સરકારી વેરાની વસૂલાત માટે સ્ટોક ટાંચ, બેંક ટાંચ, મિલકત ટાંચ તેમજ ITC બ્લોકેજ અને તેને આનુષંગિક કાર્યવાહી તેમ જ દંડકીય કાર્યવાહી પણ કરી છે.
167 કરોડની વસુલાત - રજીસ્ટર વિભાગની પણ ફરિયાદો મળી છે. તેની ઓનલાઈન ચકાસણી અને તપાસ કરવામાં આવી છે ત્યાર બાદ છે તે બિલમાં વાંધાજનક હોય અથવા જે તે વેપારી કંપનીઓ દ્વારા રીબેટ યોજનાનો ખોટો લાભ લીધો હોય તેવા તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન કુલ 167 કરોડ રૂપિયાની વસૂલાત પણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. કર ચોરીના ગુનામાં 24 તથા બોગસ બિલિંગના કેસમાં વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 89 આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પણ નાણા વિભાગ દ્વારા હાથ ધરાઈ છે.