- કોંગ્રેસના ધારાસભ્યે વિધાનસભામાં સવાલ ઉઠાવ્યા
- ચાર શ્રમિકોનું દટાવાથી મોત થયું
- આ ઘટના માટે સુરત કોર્પોરેશન જવાબદાર છે
ગાંધીનગર : સુરતાના મોટા વરાછા વિસ્તારમાં સિલવાસા પેરેડાઇઝ નામની નિર્માણાધીન ઈમારતના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામની કામગીરી ચાલુ હતી. આ દરમિયાન માટી ધસી પડી અને 8 મજૂરો 20 ફૂટ નીચે દટાઈ ગયા હતા. આ ઘટનામાં 4 શ્રમિકોનાં મોત થયા છે, જ્યારે બે શ્રમિકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ ઘટનાની ગંભીરતા જોતા શ્રમ અને રોજગાર મંત્રાલય સમગ્ર ઘટનાનો રિપોર્ટ મંગાવ્યો છે.
સુરતના મોટા વરાછામાં શ્રમિકો દટાયા તેના પડઘા ગાંધીનગર વિધાનસભા સુધી પડ્યા આ પણ વાંચો -સુરતના મોટા વરાછામાં દીવાલ ધસી પડતાં 8 મજૂરો દબાયાં, 4નાં મોત
ખોટી રીતે મંજૂરી આપી બિલ્ડીંગ બનાવવાના કૌભાંડ
વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, રાજ્યમાં ખોટી રીતે મંજૂરી આપી બિલ્ડીંગ બનાવવાના કૌભાંડ ચાલી રહ્યા છે. અમદાવાદની સાથે સુરતમાં ચાલતા કન્સ્ટ્રક્શનના કામોમાં, ગેરકાયદે જમીન ઉપર ખોટી રીતે મકાન બનાવવાના કામ ચાલુ છે. સુરતમાં શિક્ષણ ક્લાસની દુર્ઘટનામાં અનેક વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા.
આ પણ વાંચો -દિવાલ ધરાશાયીની ઘટના : SMC વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જરૂરી પગલા લેવા કર્યું સૂચન
ધારાસભ્યએ રાજીનામાની માંગણી કરી
આ સરકાર નવા નવા સુત્રો ચલાવીને લોકોને આકર્ષવાવાળી સરકાર બની ગઈ છે. તેવા આરોપ લગાવ્યા હતા. આ સાથે વિરજી ઠુમ્મરે વધુમાં જણાવ્યું હતું કે, ભેખડ ધસી પડી અને મજૂર દટાયા તે માટે કોર્પોરેશન જવાબદાર છે. જેથી તેમને રાજીનામાની માંગણી કરી હતી અને જો આ મંજૂરી ખોટી રીતે આપવામાં આવી હોય, તો તેના પર કડક પગલા લેવા જોઈએ તેમ પણ જણાવ્યું હતું.