ગુજરાત

gujarat

By

Published : Jul 7, 2020, 6:48 PM IST

Updated : Jul 7, 2020, 9:05 PM IST

ETV Bharat / city

મહિલા અધિકારીને માનસિક ત્રાસ આપતાં 4 તાલુકા હેલ્થ ઓફિસર વિરુદ્ધ ગાંધીનગર SPને ફરિયાદ કરવા રજૂઆત

ગાંધીનગર જિલ્લા પંચાયતમાં રોગચાળા નિયંત્રણ અધિકારી તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારીએ ગાંધીનગર જિલ્લાના અલગ-અલગ ચાર તાલુકામાં ફરજ બજાવતા તાલુકા હેલ્થ ઓફિસર સામે માનસિક ત્રાસ આપવા બદલ ગુનો દાખલ કરવા જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરતાં હડકંપ મચી ગયો છે. આ મહિલા અધિકારીએ કહ્યું કે જિલ્લાની 13 લાખની વસ્તીને કોરોનાના ભય હેઠળ મૂકવાનું ગુનાહિત કૃત્ય કર્યું છે.

મહિલા અધિકારીને માનસિક ત્રાસ આપતાં 4 તાલુકા હેલ્થ ઓફિસર, ગાંધીનગર SPને રજૂઆત
મહિલા અધિકારીને માનસિક ત્રાસ આપતાં 4 તાલુકા હેલ્થ ઓફિસર, ગાંધીનગર SPને રજૂઆત

ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી તરીકે ફરજ બજાવતા યોગીતા તુલસીશ્યાન દ્વારા ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકને ફરિયાદ કરતાં જણાવ્યું છે કે, કોરોનાવાયરસની ભયંકર મહામારી ચાલી રહી છે. ત્યારે ગાંધીનગર તાલુકા હેલ્થ ઓફિસર હર્ષદ ત્રિવેદી, દહેગામ તાલુકા હેલ્થ ઓફિસર રજનીકાંત પટેલ, કલોલ તાલુકા હેલ્થ ઓફિસર હર્ષદ પ્રજાપતિ અને માણસા તાલુકા હેલ્થ ઓફિસર બી પટેલ દ્વારા એક મહિલાને પારાવાર માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે. કોરોના વાયરસની મહામારીમાં ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારી અને કલોલ તાલુકા હેલ્થ ઓફિસર કામગીરી કરવાની જગ્યાએ ઘરે આરામ કરવા બેસી ગયાં હતાં, તેવા સમયે જિલ્લામાં રોગચાળો અટકાવવાની કામગીરી કરાઈ હતી.

મહિલા અધિકારીને માનસિક ત્રાસ આપતાં 4 તાલુકા હેલ્થ ઓફિસર, ગાંધીનગર SPને રજૂઆત

જ્યારે ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારી બહાનું કાઢીને ઘરે આરામ કરવા આવતાં હતાં. ત્યારે કલેક્ટરના આદેશ મુજબ જિલ્લામાં એક પણ રજા રાખ્યા સિવાય કામગીરી કરી હતી. તેવા સમયે મારી મહેનતના કારણે ગાંધીનગર જિલ્લામાં એક પણ આંતરરાષ્ટ્રીય કેસ નોંધાયો નથી. તે સમય દરમિયાન જ્યારે કલોલ તાલુકા હેલ્થ ઓફિસર અને ગાંધીનગર તાલુકા હેલ્થ ઓફિસર જ્યારે કામગીરીને લઇને ઓફિસમાં આવતાં હતાં ત્યારે એક મહિલા સામે ખરાબ નજરે જોતાં હતાં અને ટિપ્પણીઓ કરતાં હતાં. આ બાબતની જાણ ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારી મનુ સોલંકીને કરતા તેઓ પણ મહિલાને બચાવવાની જગ્યાએ બંને પુરુષોને બચાવતાં અને તેઓ કહેતાં હતાં કે આવું તો ચાલ્યાં કરે.ગાંધીનગર ટી.એચ.ઓ હર્ષદ ત્રિવેદી અને કલોલ ટી.એચ.ઓ હર્ષદ પ્રજાપતિ બંને પોતાના હેડક્વોટરમાં રહેવાની જગ્યાએ પોતાના ઘરે રહેતાં હતાં. આ તમામ બાબતોને ધ્યાન ઉપર લાવવાનો પ્રયાસ કરવામાં આવતાં કિન્નાખોરી રાખવામાં આવી હતી અને માણસામાં મહિલા અધિકારીની થોડા સમય પહેલાં બદલી પણ કરી દેવામાં આવી છે. ત્યારે આ તમામ અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી મહિલા અધિકારી દ્વારા ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

મહિલા અધિકારીને માનસિક ત્રાસ આપતાં 4 તાલુકા હેલ્થ ઓફિસર, ગાંધીનગર SPને રજૂઆત

ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ ETV Bharat સાથેની વાતચીતમાં આ બાબતે જણાવ્યું હતું કે, આ પ્રકારની અરજી મળી છે અને તેના ઉપર તપાસ ચાલુ છે, જો અરજીમાં તથ્ય જણાશે તો આગળ વધુ કાર્યવાહી કરવામાં આવશે.

Last Updated : Jul 7, 2020, 9:05 PM IST

ABOUT THE AUTHOR

...view details