ગાંધીનગર:વર્ષ 2002માં થયેલ ગોધરાકાંડમાં (Supreme Court 2002 Riot Case) સુપ્રીમ કોર્ટે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Clean Chit To PM Modi Riot Case) ક્લિન ચીટ આપી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર SITની રચના કરીને તિસ્તા સેતલવાડ (Teesta Setalvad Custody) સંજીવ ભટ્ટ અને આર.બી શ્રીકુમારની ધરપકડ કરવામાં આવી છે. SITની તપાસમાં સેતલવાડે અને સમગ્ર ટીમને રૂપિયા 30 લાખ રૂપિયા કોંગ્રેસ (Congress Party Teesta Case) પાસેથી લીધા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર બાબતે સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ ગુજરાતને બદનામ કરવાનું ષડયંત્ર હતું. આવી કલંકિત ઘટના કોઈ રાજકીય પાર્ટીના લોકો કરી શકે તે ખૂબ જ ગંભીર બાબત છે.
તિસ્તા કેસમાં કોંગ્રેસ ક્નેક્શન મળતા જીતુ વાઘાણીએ ચાબખા માર્યા, કહ્યું કોંગ્રેસનું કાવતરૂ આ પણ વાંચોઃ ડ્રગ્સની દુનિયામાં ધસતુ ગુજરાત, ઝડપાયો પડીકે વેંચતો પેડલર
સુપ્રીમ કોર્ટનો ચૂકાદોઃરાજ્ય સરકારના પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2002માં ગોધરાકાંડ અને ત્યારબાદ થયેલા રમખાણોમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું છે. રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે SITની રચના કરી હતી. જેમાં ત્રણ ષડયંત્ર કરનારાઓની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. એફિડેવિટમાં પણ ચોક આવનાર વિગતો સામે આવી છે. સેતલવાડની ગેંગ અને ગુજરાત કોંગ્રેસની ગેંગ એ ગુજરાતને બદનામ કરવાનું કાવતરું કર્યું હતું. જેમાં કરોડો રૂપિયાને લેતી દેતીની વાત પણ સામે આવી છે. જ્યારે આ સમગ્ર ઘટનામાં કોંગ્રેસના ચાણક્ય ગણાતા એવા સ્વ.અહેમદ પટેલ નું નામ પણ ખુલ્યું છે.
આ પણ વાંચોઃ ઘેડનું ઓસા ગામ પાંચ દિવસ મુશ્કેલીમાં, તંત્ર આટો મારવા પણ નથી આવ્યું
શું કહ્યું પ્રધાને? જે બાબતે અત્યારે SITએ તપાસ શરૂ કરી છે. જ્યારે હવે તો એવું પણ લાગી રહ્યું છે કે ગુજરાત કોંગ્રેસના આગેવાનો પણ આ સમગ્ર કૌભાંડમાં સામે હોવા જોઈએ. કોંગ્રેસ પક્ષે સરકાર અને ભાજપ ઉપર આક્ષેપ કર્યા હતા. તે ભાજપનો દૂર ઉપયોગ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ કોઈનો દુરુપયોગ કરતો નથી. જ્યારે અગાઉ ભૂતકાળમાં પણ રાજ્ય સરકારે જે SITની રચના કરી હતી. તેમાં પણ ગુજરાતના તત્કાલીન મુખ્ય તથા અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપવામાં આવી હતી.