ગુજરાત

gujarat

ETV Bharat / city

પોલીસ ગ્રેડ પે બાબતે ગૃહપ્રધાન હર્ષ સંઘવી એક્ટિવ, પરિવારજનો સાથે કરી રહ્યા છે બેઠક

કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા (Constable Hardik Pandya) ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly)ના પગથિયે આંદોલન શરૂ કર્યું છે. સમગ્ર ગુજરાતના પોલીસ કર્મચારીઓ (Police personnel of Gujarat) ગ્રેડ પે (Grade Pay) બાબતે એક થઇને સરકાર સામે લડત આપી રહ્યા છે. આ દરમિયાન ગ્રેડ પેને લઇને મોડી સાંજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ પરિવાર સાથે બેઠક શરૂ કરી છે.

પોલીસ ગ્રેડ પે બાબતે ગૃહપ્રધાન હર્ષ સંઘવી એક્ટિવ, પરિવારજનો સાથે કરી રહ્યા છે બેઠક
પોલીસ ગ્રેડ પે બાબતે ગૃહપ્રધાન હર્ષ સંઘવી એક્ટિવ, પરિવારજનો સાથે કરી રહ્યા છે બેઠક

By

Published : Oct 26, 2021, 9:20 PM IST

  • રાજયના પોલીસકર્મીઓના ગ્રેડ પે બાબતે ગૃહપ્રધાન સાથે બેઠક શરૂ
  • ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પરિવારજનો સાથે બેઠક કરી
  • ગ્રેડ પે બાબતે ઉકેલ આવે તેવી શક્યતા

ગાંધીનગર: અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશન (Bapunagar Police Station) વિસ્તારના કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા (Constable Hardik Pandya) ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly)ના પગથિયે આંદોલન શરૂ કર્યું છે, ત્યારથી સમગ્ર ગુજરાતના પોલીસ કર્મચારીઓ (Police personnel of Gujarat) ગ્રેડ પે બાબતે એક થઇને સરકાર સામે લડત આપી રહ્યા છે અને આજે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ પરિવારજનોની મહિલાઓ આંદોલન પર ઊતરી છે, ત્યારે મોડી સાંજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ પરિવાર સાથે બેઠક શરૂ કરી છે.

ગ્રેડ પે બાબતે આવશે ઉકેલ

સરકાર પોલીસની કામગીરીને ધ્યાનમાં રાખીને પોલીસ ગ્રેડ પે વધારો કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે થયેલી બેઠક અત્યારે આ આંદોલનનો અંત લાવી શકે તેમ છે, જ્યારે રાજ્ય સરકાર હવે ગ્રેડ વધારે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. વિધાનસભા 2022ની ચૂંટણી નજીક હોવાને કારણે રાજ્ય સરકાર પોલીસની કામગીરીને ધ્યાનમાં રાખીને પોલીસ ગ્રેડ પે વધારો કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

પોલીસ એસોસીએશન બને તેવી માંગ

જ્યારે ગુજરાત મહારાષ્ટ્ર રાજ્યમાં હતું, ત્યારે રાજ્યમાં પોલીસ કોન્સ્ટેબલો PSI અને PI એસોસિયેશન અને યુનિયન હતું, પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય બનતા મહારાષ્ટ્રમાં એસોસિએશન લાગુ પડ્યું, પરંતુ ગુજરાતમાં કોઈપણ પ્રકારનું એસોસિએશન થયું નહીં, ત્યારે હવે ગુજરાતમાં આંદોલન થકી ગુજરાત પોલીસના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, PSI, ASI જેવા કર્મચારીઓનું એસોસિએશન બને તેવી પણ માંગ વધુ ઉગ્ર બની છે.

રાજ્યમાં 7માં પગારપંચ પ્રમાણે ચૂકવાય છે પગાર

પોલીસ વહીવટી વડા બ્રિજેશકુમાર ઝાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના પોલીસ કર્મચારીઓને સાતમા પગારપંચ અનુસાર પગારની ચૂકવણી કરવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં પોલીસ કર્મચારીઓનો કોઈ પ્રકારનો ગ્રેડ પે નથી, પરંતુ અન્ય રાજ્યોની પોલીસના કેટલા અને કયા પ્રકારના ગ્રેડ પે છે તે બાબતની માહિતી અન્ય રાજ્યો પાસેથી મંગાવવામાં આવી છે.

1800 ગ્રેડ પે 2800 કરો, પોલીસકર્મીઓની માંગ

એક તરફ પોલીસ વહીવટી વડા બ્રિજેશ ઝાએ પોલીસ કર્મીઓમાં કોઈપણ પ્રકારની ગ્રેડ પે સિસ્ટમ નહી હોવાનું નિવેદન આપ્યું છે, ત્યારે પોલીસ કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે તેઓને 1800 ગ્રેડ પે પ્રમાણે પગાર કરવામાં આવે છે, જ્યારે પગારમાં સાતમા પગાર પંચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ પાંચમા અને છઠ્ઠા પગારપંચના લાભથી તેઓ હજુ વંચિત છે, ત્યારે ગ્રેડ પે પણ 1800થી વધારીને 2800 કરવામાં આવે તેવી માંગ પણ પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે. આમ પોલીસ કર્મચારી અને પોલીસ વહીવટી વડા બંનેના નિવેદનો વિરોધાભાસી થઈ રહ્યા છે.

આ પણ વાંચો: બ્રિજેશ ઝાના 2 નિવેદન : ગુજરાતમાં પોલીસનો Grade Pay નહીં, અન્ય રાજ્યના ગ્રેડ પેની માહિતી લઈ રહ્યાં છીએ

આ પણ વાંચો: ગ્રેડ પે મામલે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારીએ શરૂ કર્યું આંદોલન

ABOUT THE AUTHOR

...view details