ગુજરાત

gujarat

ETV Bharat / city

શું સરકાર હવે કેમિકલ કાંડના દર્દીઓને જ બનાવશે કેસને ઉકેલવાની કડી!

રાજ્યમાં થયેલા કેમિકલ કાંડ મામલે (Botad Lattha Kand Case) પોલીસે આરોપીઓની ધરપકડનો ધમધમાટ ચાલુ (Gujarat police in action) રાખ્યો છે. સાથે જ પોલીસે ગ્રામ્ય વિસ્તારોમાં રેડ પાડવાનું પણ આયોજન કર્યું છે. ત્યારે આ મામલે કેટલી કાર્યવાહી થઈ તે અંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Minister of State for Home Harsh Sanghvi on chemical scandal) માહિતી આપી હતી.

શું સરકાર હવે કેમિકલ કાંડના દર્દીઓને જ બનાવશે કેસને ઉકેલવાની કડી!
શું સરકાર હવે કેમિકલ કાંડના દર્દીઓને જ બનાવશે કેસને ઉકેલવાની કડી!

By

Published : Jul 28, 2022, 8:28 AM IST

ગાંધીનગરઃ રાજ્યમાં લઠ્ઠાકાંડ (કેમિકલ કાંડ) બાદ (Botad Lattha Kand Case) રાજ્યની પોલીસ તાત્કાલિક અસરે એલર્ટનેસ પર આવી (Gujarat police in action) છે. ત્યારે આ સમગ્ર ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ અને તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો આ મામલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ બુધવારે પત્રકાર પરિષદ યોજી Minister of State for Home Harsh Sanghvi on chemical scandal) માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા દરોડા પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગૃહ રાજ્યપ્રધાને કરી અપીલ - સાથે જ રાજ્યના તમામ લોકોને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સાથ સહકારની માગણી કરતા જણાવ્યું હતું કે, જો તમારી આસપાસના વિસ્તારમાં કોઈ પણ આવી અચૂકથી ઘટના દેખાય અથવા તો દેશી દારૂ તથા અંગ્રેજી દારૂનું વેચાણ દેખાય તો તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ સ્ટેશન અથવા તો સ્ટેટ મોનિટરિંગ સેલને જાણ કરવી, જેથી આવી ઘટનાને ફરીથી અંજામ મળે નહીં. તો અત્યારે આ કેમિકલ કાંડના (Chemical Scandal in Gujarat) 97 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 42 લોકોના મૃત્યુ થયા છે. તો 600 લિટર કેમિકલમાંથી 475 લિટર કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે.

હું આમાં કોઈ રાજનીતિ નથી કરી રહ્યોઃ સંઘવી

દર્દીઓને બનવવામાં આવશે સાક્ષી -રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ છે અને ગુજરાતમાં દારૂનું વેચાણ કરવું તેનો સંગ્રહ કરવો અને દારૂનું સેવન કરવા પર પણ પોલીસ કડક કાર્યવાહી કરતી હોય છે. ત્યારે તાજેતરમાં જે લઠ્ઠાકાંડ (કેમિકલ કાંડ) થયો છે. તે કેમિકલના કારણે (Chemical Scandal in Gujarat) થયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. તેવામાં અત્યારે કુલ 80થી વધુ દર્દીઓ અમદાવાદ સિવિલ અને ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવી રહ્યા છે. તો હવે આ ગામે દિવસોમાં ગુજરાત પોલીસ આ તમામ ઉપર કડક કાર્યવાહી કરશે કે પછી તેઓને સાક્ષી બનાવશે તે જોવું રહ્યું.

સરકાર ફસાણી -જો તેઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે તો કાયદેસરનો લઠ્ઠાકાંડ સર્જાયો છે તેવું સ્પષ્ટ થઈ શકે છે, પરંતુ જો સરકાર લઠ્ઠા કાંડને કેમિકલ કાંડમાં (Chemical Scandal in Gujarat) ફેરવવા માગતી હોય તો તમામ દર્દીઓને સાક્ષી તરીકે ગણશે અને જો તમામ દર્દી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમના ઉપર પોલીસ કેસ દાખલ કરવામાં આવે તો લઠ્ઠાકાંડ સ્પષ્ટ (Botad Lattha Kand Case) થાય છે અને મૃત્યુ પામેલા લોકોને રાજ્ય સરકારે આર્થિક સહાય પણ આપવી પડે.

કૉંગ્રેસે કરી સંઘવીના રાજીનામાની માગ -આ સમગ્ર ઘટનામાં બુધવારે કૉંગ્રેસ રાજ્યપાલને આવેદનપત્રમાં પાઠવવા માટેની તમામ તૈયારી કરી ચૂક્યું હતું, પરંતુ અચાનક જ રાજ્યપાલની તબિયત ખરાબ થતા કૉંગ્રેસ સાથેની બેઠક પણ રદ થઈ હતી. ત્યારે ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે (GPCC President Jagdish Thakor on BJP) સીધા રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ ઉપર આક્ષેપ કર્યા હતા કે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોટા બૂટલેગરના સાથ સહકારથી જ દારૂનો સપ્લાય અને દારૂનો ધંધો કરવામાં આવે છે. જ્યારે કેટલીક જગ્યાએ પોલીસ જ દારૂને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં મદદ કરે છે. ત્યારે આ સમગ્ર ઘટના બાબતે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ રાજીનામું (Congress demands for resign of HM Harsh Sanghavi) આપવું જોઈએ.

હું આમાં કોઈ રાજનીતિ નથી કરી રહ્યોઃ સંઘવી -કૉંગ્રેસના રાજીનામાની (Congress demands for resign of HM Harsh Sanghavi) માગના જવાબમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આટલા બધા મૃત્યુ થયા છે અને કેમિકલ કાંડ થયો છે. ત્યારે હું અત્યારે આવી કોઈ પ્રકારની રાજનીતિ નથી કરી રહ્યો, પરંતુ આગામી દિવસોમાં આવી ઘટના ન બને તે માટે ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગ દ્વારા સખત અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ કરાશે. જ્યારે આવનારા દિવસોમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા સર્વેલનસ રાખવામાં આવશે.

આ પણ વાંચો-સુરત પોલીસે છેલ્લા બે દિવસમાં દારૂના 229 કેસમાં આરોપીઓની કરી ધરપકડ

રાજ્યમાં સ્પેશિયલ ડ્રાઈવ -આ સમગ્ર ઘટના બાદ ગુજરાત રાજ્યનું પોલીસ તંત્ર સફાળે (Gujarat police in action) જાગ્યું હતું અને રાજ્યના DGP આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, જે રીતની ઘટના બની છે. તેને ધ્યાનમાં લઈને રાજ્યમાં સ્પેશિયલ ડ્રાઈવ હાથ (Gujarat Police Special Drive) ધરવામાં આવી છે. તેમાં દેશી દારૂના 2,200થી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વધુ આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

ભૂતકાળમાં થઈ હતી કડક કાર્યવાહી -તેમણે ભૂતકાળની વાત કરતા જણાવ્યું હતું કે, ગેરકાયદેસર દેશી અને ભારતીય બનાવટના વિદેશી દારૂના ઉત્પાદન સંગ્રહ, હેરાફેરી વેચાણ અને પીનારા વિરૂદ્ધ ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. વર્ષ 2021માં 123 કરોડથી વધુની કિંમતના દારૂ, વાહનો અને અન્ય મુદ્દામાં મળીને કુલ 1.67 લાખથી વધારે કેસો કરવામાં આવ્યા હતા. જ્યારે 1.67 લાખથી વધુ આરોપીઓને જેલના સળિયા પાછળ પણ ધકેલવામાં આવ્યા છે. આ ઉપરાંત 920થી વધારેને પાછા અધિનિયમ હેઠળ અટકાયત કરી સઘન કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો-લઠ્ઠાકાંડ બાદ અજીબ ઘટના, દર્દીઓ ચાલુ સારવારે હોસ્પિટલમાંથી ફરાર

ખોટો દારૂ આપવાનું ષડયંત્ર -25 જુલાઈ 2022 અને તે પછીના બે દિવસોમાં બોટાદ અને અમદાવાદ જિલ્લાઓમાં ઈન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ મિથેનોલ (Industrial Standard Methanol) પીવાથી 41 વ્યક્તિના મૃત્યુ થયા છે. ત્યારે રાજ્યમાં કેટલાક ગુનેગારો દ્વારા ઈન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ મિથેનોલની ચોરી કરી નિર્દોષ નાગરિકોના જીવ લેવાનું ગુનાહિત ષડયંત્ર રચવાના નામે મિથેનોલમાં (Industrial Standard Methanol) પાણી ભેળવી તેનો ગુનો આચારવામાં આવ્યો છે. આ ઘટનામાં અસરગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક શ્રેષ્ઠ કક્ષાની તબીબી સારવાર મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે તૈયારીઓ હાથ ધરી છે. જ્યારે આ ઘટના બની ત્યારે આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસે 200થી વધુ ટીમ બનાવીને તમામ ઘરે ઘરે જઈને અને વાડી ખેતરમાં જઈને પણ તપાસ હાથ ધરી હતી અને અનેક વ્યક્તિઓને હોસ્પિટલમાં દાખલ પણ કરાવ્યા હતા.

હજી થશે કડક કાર્યવાહી -પોલીસ વિભાગે દેશી દારૂના ગુનામાં 70,000 જેટલા કેસ અને વર્ષ 2022માં 3 કરોડ રૂપિયાથી વધુની મુદ્દામાલનો દેશી દારૂ કબજ કર્યો છે. જ્યારે વર્ષ 2022માં 85 કરોડ રૂપિયાનો ઈંગલિશ દારૂ પણ જપ્ત કરવામાં આવ્યો છે. તો હજી પણ આગામી દિવસોમાં આવી કડક કાર્યવાહી વિભાગની કાર્યરત રહેશે.

ABOUT THE AUTHOR

...view details