ગાંધીનગરઃ રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લામાં રોડ-રસ્તાઓ ધોવાઇ ગયા છે, ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજ્યમાં રોડ રસ્તા રીપેરીંગ માટે મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત 160 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
અગાઉ પણ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે રાજ્યમાં ભારે વરસાદથી કુલ 1022 કિલોમીટરના રોડ તૂટ્યાં છે અને 10 વર્ષથી જૂના 9301 કિલોમીટરના રોડ પર રીપેરીંગની જરૂરિયાત ઉભી થઇ હોવાનું નિવેદન આપ્યું હતું. અધિકારીઓ સાથેની બેઠક બાદ વરસાદના કારણે પ્રાથમિક અંદાજ મુજબ 300થી 400 કરોડનું નુકસાન થયું હોવાનું અનુમાન કરવામાં આવ્યું હોવાનું પણ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું. ત્યારે ગુરૂવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વરસાદના કારણે નુકસાન થયેલા રસ્તાઓના રિસર્ફેસીંગ અને રીપેરીંગ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત 160 કરોડની ફાળવણી કરી છે.
ક્યા ઝોનમાં કેટલી રકમની ફાળવણી કરાઈ?
અમદાવાદ ઝોનની 25 નગરપાલિકાઓ માટે 22.61 કરોડ
વડોદરા ઝોનની 26 નગરપાલિકા માટે 29.95 કરોડ