- રાજ્યમાં 31 જુલાઈ સુધી લેવાની વેપારીઓ ફરજીયાત વેકસીન
- વેપારીઓના વેકસીન માટે જુલાઈના અંતિમ રવિવારે વેકસીનેશન યથાવત
- રાજ્યના 1800 સેન્ટર પર આપવામાં આવશે વેકસીન
- ફક્ત વેપારીઓ અને કર્મચારીઓને જ આપવામાં આવશે વેકસીન
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા વેપારીઓને ફરજિયાત વેક્સિન લેવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 31 જુલાઈ સુધી તમામ વેપારીઓ અને કર્મચારીઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવી લેવાના હુકમ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે 22 જુલાઈના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાંના આઠ દિવસ બાકી છે ત્યારે વેપારીઓને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે રવિવારે સ્પેશ્યલ વેપારીઓ માટે વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કર્યું છે.
આ પણ વાંચો: વેપારીઓને વેક્સિન લેવા માટેની મુદતમાં 10 જુલાઈ સુધીનો કરાયો વધારો
રાજ્યના 1,800 કેન્દ્રો પર થશે વેક્સિનેશન
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ બાબતે જણાવ્યું હતું કે, આજની કેબિનેટમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં વ્યાપારીઓને 31 જુલાઈ સુધી વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લેવાનો હતો. ત્યારે હવે જુલાઈ મહિનાના આઠ દિવસ બાકી છે, ત્યારે રવિવારના દિવસે સ્પેશ્યલ વેપારીઓ માટે ખાસ વેક્સિનેશનનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના 1,800 જેટલા કેન્દ્રોમાં વેપારીઓની વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.