- રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે સીરો સર્વે
- 1 કરોડથી વધુ લોકોના લેવામાં આવ્યા સેમ્પલ
- હવે 13 જિલ્લામાં શરૂ થશે સીરો સર્વે
ગાંધીનગર: સમગ્ર દેશમાં અને રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને તજજ્ઞો દ્વારા અનેક આગાહી કરવામાં આવે છે, જ્યારે અનેક સંસ્થાઓ દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે, ત્રીજી લહેર નહીં આવે. જ્યારે અમુક સંસ્થાઓ દ્વારા એમ પણ નિવેદન આવી રહ્યા છે કે, ત્રીજી લહેરની શરૂઆત દેશમાં થઈ રહી છે, પરંતુ જો ગુજરાતની વાત કરવામાં આવે તો ત્રીજી લહેર કેવી રહેશે. તે બાબતે કેન્દ્ર સરકારના સૂચન પ્રમાણે રાજ્ય સરકારે રાજ્યના ચાર મોટા અને મહત્ત્વના જિલ્લાઓમાં સીરો સર્વે કર્યો હતો. જેમાં 74 ટકા લોકોને એન્ટીબોડી ધરાવતા હોવાની વિગતો સામે આવી છે.
રાજ્યના 4 જિલ્લામાં સીરો સર્વે
સીરો સર્વે બાબતે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યના ચાર જિલ્લાઓ જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સીરો સર્વે કરવામાં આવ્યો છે કે, જેમાં વિસ્તાર પ્રમાણે લોકોના લોહીનું સેમ્પલ લેવામાં આવ્યું છે અને તેઓને ચકાસણીમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે પરિણામમાં એવું સામે આવ્યું છે કે, આ ચાર જિલ્લામાં 74 ટકા લોકોની બોડી એન્ટીબોડી થઈ હોવાની વિગતો પણ સર્વેમાં સામે આવી છે.
કઈ રીતે લેવામાં આવ્યું લોહીનું સેમ્પલ
સેમ્પલ લેવાની વાત કરવામાં આવે તો મનોજ અગ્રવાલે લોહીના સેમ્પલ બાબતે ખાસ જણાવ્યું હતું કે, લોહીનું સેમ્પલ જે તે વિસ્તારમાં લેવામાં આવે છે. જેમાં 10થી 18 વર્ષનું બાળક હોય કે 18થી 35 વર્ષના ઉંમરના યુવાનો અને યુવતિઓ અને 35 વર્ષથી ઉપરની મહિલાઓ અને પુરુષોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે મળતી માહિતી પ્રમાણે ચાર જિલ્લામાંથી 1 કરોડથી વધુના લોહીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 74 ટકા લોકોને એન્ટીબોડી હોવાનું સામે આવ્યું છે.
બાળકોમાં પણ એન્ટિબોડી સામે આવી