- રાજ્યમાં 11 જાન્યુઆરીથી શરૂ થશે શાળાઓ
- ફક્ત ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવશે
- શાળાઓ અને વિધાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત
ગાંધીનગર : 6 ડિસેમ્બરે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શાળા શરૂ કરવાના નિર્ણય બાબતે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા પણ નવા નિયમો લાવવામાં આવ્યા છે. કોરોના વૈશ્વિક મહામારી દરમિયાન જે શાળાઓ શરૂ થશે તેને બોર્ડમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે સાથે જ વિદ્યાર્થીઓએ પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. વર્ગના 50 ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
11 જાન્યુઆરીએ ધોરણ 10 અને 12ના વર્ગો શરુ, શાળાઓ અને વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત
બેઠક વ્યવસ્થામાં 50 ટકાનો ઘટાડો
કેન્દ્ર સરકારના નોટિફિકેશન પ્રમાણે રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ, ધોરણ 10 અને 12ના જ વર્ગો શરૂ કરવામાં આવશે. જ્યારે સીટિંગ કેપેસિટીની વાત કરવામાં આવે તો એક વર્ગમાં કેપીસીટિના 50 ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જ્યારે બેઠક વ્યવસ્થામાં ૫૦ ટકાનો ઘટાડો પણ કરવામાં આવ્યો છે .
વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન ફરજીયાત થશે
શિક્ષણ બોર્ડના ઉચ્ચ અધિકારી ડી એસ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં જે રીતે શાળા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેને ધ્યાનમાં લઈને હવે વિદ્યાર્થીઓએ પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જ્યારે બોર્ડના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન બે માસ સુધી કરવામાં આવશેે. બેઠક વ્યવસ્થામાં ઝીક ઝેક વ્યવસ્થા રાખવામાં આવશે.
શિક્ષકોનું પણ રજીસ્ટ્રેશન ફરજીયાત
પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ધોરણ-10 અને 12ના વર્ગ જે શાળામાં શરૂ થઈ રહ્યા છે તેનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. પરંતુ શાળામાં આવતા તમામ શિક્ષકોએ પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આમ વૈશ્વિક મંદીની મહામારીમાં શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની શાળાઓમાં કોરોના ન પ્રવેશે તે માટે ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આમ સ્કૂલ રજીસ્ટ્રેશન માટે સાત જાન્યુઆરીના રોજ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે શિક્ષકો માટેનું રજીસ્ટ્રેશન 11 જાન્યુઆરીએ કરાવવાનું રહેશેે. વિદ્યાર્થીઓ માટે ઊતરાયણ બાદ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. જ્યારે શિક્ષકના રજિસ્ટ્રેશનમાં નવા શક્તિ ઉમેરવા છૂટા થયેલા શિક્ષકોની સંખ્યા રિટાયર્ડ અથવા તો રાજીનામું આપેલા શિક્ષકોને આમ તમામ વિગતો શાળા દ્વારા આપવામાં આવશે જે તમામ શાળાઓએ ફરજીયાત પાલન કરવાનું રહેશે.