ગાંધીનગરઃ ગાંધીનગર શહેરમાં સંત સરોવર જોવાલાયક સ્થળ છે. અત્યાર સુધીના ઇતિહાસમાં સરોવર ચોથી વખત હાઉસફુલ થયું છે. જેને લઇને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સરોવરની હાઈએસ્ટ સપાટી 55.75 ફૂટ છે. જ્યારે પાણીની સપાટી 55.25ના લેવલે જોવા મળી રહી છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ પડશે.
સંત સરોવર સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો, 10 ગામના ભૂગર્ભ જળ ઊંચા આવશે - ગાંધીનગર રુરલ
પાટનગર ગાંધીનગરની પાસેથી પસાર થતી સાબરમતી નદી ઉપર બનાવવામાં આવેલા સંત સરોવર રિચાર્જ યોજના હેઠળ બંધ ઓવરફલો થવાની તૈયારી બતાવી રહ્યો છે. સિઝનમાં પહેલી વખત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઇને સંત સરોવર ફૂલ થયું છે. જેને લઈને આજુ-બાજુના દસ જેટલા ગામના ભૂગર્ભજળ ઊંચા આવશે.
સરોવરના 21 દરવાજામાંથી ત્રણ દરવાજા ખોલવા પડશે. કોરોનાવાયરસ અને ભયજનક સ્થાન જાહેર કર્યું હોવાના કારણે નાગરિકોની અવરજવર જોવા મળતી નથી. પરંતુ દૂરથી શાંત સરોવરને જોઈને લોકો એક ખુશી પણ અનુભવી રહ્યાં છે.
મહત્ત્વનું છે કે વ્યાપક વરસાદને લઇને રાજ્યમાં અનેક નાનામોટા ડેમમાં નવા નીર આવ્યાં છે. જોકે હજુ વધુ વરસાદની આશંકા હતી તે વરસાદી સીસ્ટમના પાકિસ્તાન તરફ ફંટાઈ જવાના કારણે મોળી પડી રહી છે. એવામાં સંત સરોવર જેવા વોટર લેવલ ઊંચું લાવવાના પ્રયાસ રુપ ડેમમાં સીઝનમાં પ્રથમવાર હાઉસફુલ થતાં ખેડૂતો આનંદ અનુભવી રહ્યાં છે તો આગામી ઊનાળામાં પાણીનો વધુ જથ્થો ઉપલબ્ધ હોવાને લઇને સિંચાઈ વિભાગ પણ હરખાઈ રહ્યું છે.