- બે સર્ટીફીકેટ ખોટા હોવાનો કોંગ્રેસનો દાવો
- તેમના ફાધરે ઓરીજનલ સર્ટિ બાજુ પર રાખીને ડુપ્લીકેટ સર્ટિ આપ્યું
- વિશ્લેષણ સમિતિ અને રાજ્ય કમિશનર ઓફિસ તપાસ કરે તેવી માંગ કરી
ગાંધીનગર: આદિજાતિ વિકાસ વિભાગના પ્રધાન એવા નિમિષા સુથાર (nimisha suthar )પર જાતિ સર્ટિફિકેટને લઈને કોંગ્રેસના ધારાસભ્યએ ગંભીર આરોપો લગાવ્યા છે. અનિલ જોષીયારા(anil joshiyara )એ આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ભાજપના ધારાસભ્ય નિમિષા સુથારને રાજ્યકક્ષાના આદિજાતિ પ્રધાન પદેથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. આદિજાતિ વિકાસના પ્રધાન એવા નિમિષા સુથારના પિતાનું જાતિ પ્રમાણપત્ર વિશ્લેષણ સમિતિમાં તપાસ અર્થે મોકલવામાં આવે તેવી પણ માંગ કરાઇ છે.
તેમના ફાધરે ઓરીજનલ સર્ટિ બાજુ પર રાખીને ડુપ્લીકેટ સર્ટિ આપ્યું
અનિલ જોષીયારાએ કહ્યું કે, ધોરણ 10માં તેઓ ભણતા હતા, ત્યારે તેમના ફાધરે ઓરીજનલ સર્ટિ બાજુ પર રાખીને ડુપ્લીકેટ સર્ટિમાં પોતાને વાગડિયા હિન્દુ ભીલ લખાવ્યા હતા. તે પછી આગળ જતા તેમના ફાધર અમરેલી ડેપ્યુટી મામલતદારમાંથી મામલતદાર બન્યા અને નિમિષાબેન ત્યાં ભણતા હતા, ત્યારે ત્યાંથી તેમના ફાધર દ્વારા સર્ટિફિકેટ કાઢી આપવામાં આવ્યું હતું, પરંતુ ત્યારે પટેલ લખાવ્યું હતું. જો કે સર્ટિ તેમના વિસ્તારમાંથી જ મળે છે. અમરેલીમાં અને આ પહેલા બન્ને રીતે ખોટા સર્ટિ તેમને લીધા છે. પોતાના જિલ્લા કે તાલુકામાંથી જ આ સર્ટિફિકેટ મેળવવાના હોય છે.