ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Weather Report : આગામી 7 દિવસમાં રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના નહિવત - હવામાન વિભાગની બેઠક

રાજ્યમાં ચોમાસા( Monsoon ) ની સત્તાવાર થયા બાદ વેધર કમિટી દ્વારા જાહેરાત કરતા કહ્યું હતું કે, આગામી એક અઠવાડિયા સુધી એટલે કે 7 દિવસ સુધી રાજ્યમાં નહિવત વરસાદ પડવાની ( Gujarat Weather Report ) સંભાવના જોવા મળી રહી છે.

રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના નહિવત
રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના નહિવત

By

Published : Jun 22, 2021, 9:36 PM IST

  • રાજ્યમાં વેધર વોચ કમિટીની બેઠક યોજાઇ
  • રાજ્યમાં અઠવાડિયા સુધી વરસાદ નહિવત પડવાની સંભાવના
  • ચોમાસાને લઈને 15 NDRFની ટીમ તૈનાત

ગાંધીનગર: રાજ્યમાં ચોમાસા ( Monsoon ) ની સત્તાવાર રીતે શરૂઆત થઈ ગઈ છે. પરંતુ, હજુ એક અઠવાડિયા સુધી એટલે કે 7 દિવસ સુધી રાજ્યમાં નહિવત વરસાદ પડવાની સંભાવના રાજ્યની વેધર કમિટી ( Gujarat Weather Report ) દ્વારા જાહેરાત કરવામાં આવી છે. મંગળવારે યોજાયેલી બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હવામાન વિભાગના અધિકારીઓ ઓનલાઈન જોડાયા હતા.

રાજ્યમાં કેટલો વરસાદ નોંધાયો ?

રાહત કમિશ્નર અને સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર યોજવામાં આવ્યો હતો. જે બાબતે હર્ષદ પટેલે જણાવ્યુ હતું કે, આજે મંગળવારે સવારે 5થી બપોરના 2 સુધી રાજ્યમાં 12 જિલ્લાઓના 23 તાલુકાઓમા વરસાદ નોંધાયો છે. જેમાં, સૌથી વધારે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં 34 MM વરસાદ નોંધાયો છે. રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં 87.30 MM વરસાદ થયો છે. જે પાછલા 30 વર્ષની રાજ્યની એવરેજ 840 MMની સરખામણીએ 10.38 ટકા છે.

રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના નહિવત

આ પણ વાંચો:Surat Rural Rain Update: ઉમરપાડા તાલુકામાં મેઘરાજા મહેરબાન, નદીનાળા છલકાયા

19 જૂન સુધી તમામ જિલ્લામાં વરસાદની પધરામણી

IMD તરફથી નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે, 19 જુન સુધીમાં ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ ૫ડ્યો છે. જયારે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢમાં ઓછા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. આગામી અઠવાડીયામાં રાજ્યમાં વરસાદ ૫ડવાની સંભાવના હાલ નહિવત છે.

રાજ્યમાં વાવેતર કરવામાં આવ્યું

રાજ્યમાં ચોમાસાની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. ત્યારે, કૃષિ વિભાગ તરફથી સત્તાવાર જાહેરાત કરાઈ છે કે, ચાલુ વર્ષે અંદાજીત 6.894 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 21 જૂન સુધીમાં થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 1.394 લાખ હેક્ટર વાવેતર કરવામાં આવ્યું હતું. આ વર્ષે છેલ્લા 3 વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 8.06 ટકા વાવેતર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:રાજકોટ જિલ્લામાં 70 ટકા વાવણી પૂર્ણ, ખેડૂતોમાં ખુશીની લહેર

રાજ્યના જલાશયોની પરિસ્થિતિ

સિંચાઇ વિભાગ તરફથી જાહેર કરાયું છે કે, સરદાર સરોવર જળાશયમાં 1,50,627 MCFT પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 45.09 ટકા છે. રાજ્યનાં 206 જળાશયોમાં 2,06,910 MCFT પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 37.14 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ 4 જળાશયો છે. જ્યારે, એલર્ટ ૫ર એકપણ જળાશય નથી. તેમજ વોર્નીગ ૫ર 7 જળાશય છે.

NDRFની ટીમ પણ સ્ટેન્ડ બાય

NDRFની કુલ 15 ટીમમાંથી 5 ટીમો ડીપ્લોય કરી દેવામાં આવી છે. જે પૈકી 1-વલસાડ, 1-સુરત, 1 નવસારી, 1-રાજકોટ, 1-ગીર સોમનાથ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે, 8- ટીમ વડોદરા અને 2 ટીમ ગાંઘીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details