અમદાવાદઃગાંધીનગરથી હર્ષ સંધવીએ જણાવ્યું (Harsh Sanghvi on Drug Case) હતું કે, ગુજરાત પોલીસને (Gujarat home minister Harsh Sanghvi) અભિનંદન આપું છું. જે પ્રકારે ગુજરાત પોલીસે છેલ્લા અનેક વર્ષોથી રાજ્યની શાંતિ અને સલામતી માટે ખૂબ જ મહત્ત્વના પગલાં ભર્યા અને અસરકારક (Rahul Gandhi Gujarat Visit) પગલાંને કારણે ગુજરાત આજે દેશમાં હિંસાત્મક ગુનામાં 36 રાજ્યમાંથી 32માં ક્રમે છે. શરીર સામેના ગુનામાં 36 રાજડ્યમાં 31માં ક્રમે છે. ખૂનમાં 29માં ક્રમે, દુષ્કર્મમાં 28માં નબંરે, મિલકત સામેના ગુનામાં 27માં, મહિલા સામેના ગુનામાં 33માં ક્રમે બાળકો સામેના ગુનામાં 27માં ક્રમે છે. આ આંકડા ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ (Gujarat Police Crime Branch) માટે ગુનો જો એક પણ બને તો ક્યારેય આવકાર્ય નથી.
નશા પર રાજનીતિનો રાફડો, બે નેતાઓ સામસામે ગુજરાત પોલીસની સફળતાઃઆ આંકડાની જાણકારી જરૂરી છે. ગુજરાતમાં હિંસાત્મક ગુનાની વાત કરીએ તો મોટા રાજ્યની તુલાનામાં ગુજરાતે મોટી સફળતા મેળવી છે. ખૂની વાત કરીએ તો કોંગ્રેસ શાસિત ઝારખંડે નંબર વન મેળવ્યો છે. પંજાબની સ્થિતિ પણ સારી નથી. રાજ્ય ગુજરાતની વાત કરીએ તો આ યાદીમાં 29માં ક્રમે છે. અમે આનાથી સંતોષી નથી. 36માં ક્રમે પહોંચવાનો પ્રયાસ છે. આ અંગે પણ મોટી કામગીરી શરૂ કરી છે. અમુક જ વિષય એવા છે જેમાં 1થી 3માં આવવા મહેનત નથી કરવી. કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં કુકર્મના કેસમાં પહેલા ક્રમે છે. પંજાબની સ્થિતિ આમા સારી નથી. અપહરણમાં પણ ગુજરાતનો ક્રમ 28મો છે. જ્યારે છત્તીસગઢ આઠમા ક્રમે છે. પંજાબમાં પણ સ્થિતિ સારી નથી. આ આંકડા દૂધનું દૂધને પાણીનું પાણી કરે છે. અમે લોકોને ન્યાય અપાવવામાં નંબર વન છીએ.
પોલીસને હલ્લાબોલઃડ્રગ્સ પકડવાની વાત કરીએ તો બીજા દેશમાં ડ્રગ્સ લેવા એ પેશન છે. ભારતમા અને ખાસ ગુજરાતમાં ક્યાંક આપણે બચી ગયા છીએ. આપણું રાજ્ય ઈન્ટરનેશનલ બોર્ડર સાથે જોડાયેલું છે 1600 કિમીની દરિયાઈ સીમા બીજી બોર્ડર ગુજરાત સાથે લાગુ છે ગુજરાત પોલીસ કોસ્ટગાર્ડ. એટીએસ સાથે મળીને ગુજરાત પોલીસે છેલ્લા એક વર્ષમાં ડ્રગ્સ પર હલ્લા બોલ બોલાવી દીધો છે. દેશના લોકો આ માટે ગુજરાત પોલીસને અભિનંદન પાઠવી છે. પંજાબના એક છાપામાં ગુજરાત પોલીસનો ઉલ્લેખ છે. જો ગુજરાત પોલીસ કામ કરી શકે તો પંજાબની સરકાર કે પોલીસ ક્યારે આ કામ કરશે.
બીજા રાજ્યમાં ડ્રગ્સઃ સૌ જાણે છે કે, માત્ર ગુજરાતમાં જ નહીં ગુજરાત સિવાયના રાજ્યમાંથી ડ્રગ પકડાય છે. દિલ્હી ક્રાઈમ બ્રાંચ સાથે ગુજરાત એટીએસએ એક મોટું ઑપરેશન પાર પાડ્યું છે. 4 કિલો ડ્રગ્સ પકડયું છે. દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક સુધી ડ્રગ્સ જતુ અટકાવાયું છે. કોઈ ડ્રગ પકડવા માટે ગુજરાત પોલીસે ગૃહવિભાગે એક પ્લાન બનાવ્યો છે. જેમાં CM પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે ડ્રગ રીવોર્ડ પોલીસી બનાવી છે. જેમાં સફળતા પ્રાપ્ત થઈ છે. ડ્રગ નીકળે એ પહેલા ગુજરાત પોલીસને માહિતી મળી છે. મોટા ઑપરેશન હાથમાં લીધા જે અમદાવાદ કે સુરતમાં નથી થયા. જેને પાર પાડવા માટે પોલીસે ગોળીઓનો સામનો કર્યો છે. ગુજરાત પોલીસના અનેક અધિકારીઓ ક્યાંક દૂધવાળા કે ભીખારી બનીને બેઠા હતા. જેને ડ્રગ્સનું નેટવર્ક તોડ્યું. ડ્રગ સામેની લડાઈ કોઈ રાજકીય લડાઈ નથી.
રાજકીય રંગઃ મને દુઃખ થાય છે કે, ગુજરાત પોલીસ આવી જવાબદારી નિભાવતી હોય તો એને રાજકીય રંગ લાગી રહ્યો છે. જેણે પોતાનું જીવન હંમેશા મોટી સત્તા વચ્ચે પસાર કર્યું છે. લોટ મીટરના ભાવે વેચતા નેતાઓએ એનું મનોબળ તોડી રહ્યા છે. એક પણ રાજ્ય સરખામણી પણ કરી શકે એવો દાખલો મૂકો. 2020માં સલીમ નામનો યુવાન શાકાભાજીની લારી ચાલું કરી મહારાષ્ટ્રમાં ડ્રગ વેચે છે. તમારી સરકારના ગૃહપ્રધાન હપ્તા લેવામાં વ્યસ્ત રહ્યા છે. સલીમને પકડવાની કામગીરી ગુજરાત પોલીસે કરી છે. 100 કરોડથી વધારે ડ્રગ પકડ્યું છે. મહારાષ્ટ્રના યુવાનોને ડ્રગથી હબચાવી લીધા છે. તમે કોના ઈશારે પોલીસનું મનોબળત તોડવાની વાત કરો છો. પંજાબની વાત કરીએ તો પંજાબ ડ્રગ કેપિટલ છે. જેટલા મહિનાથી સરકાર ચાલે છે એટલાના આંકડા તપાસો. ગુજરાત પોલીસે ઈમાનદારી પૂર્વક સમાજ માટે કામગીરી કરી છે. ગુજરાતની પ્રજા ગુજરાત પોલીસને અભિનંદન પાઠવે છે. અનેક રાજ્યમાં ડ્રગનું નેટવર્ક તોડવામાં ગુજરાત પોલીસનો હાથ છે. જેના કારણે અનેક લોકોને પેટમાં દુઃખે છે.
લાંબી લડાઈઃઆવનારા દિવસોમાં આ લડાઈ વધુ મજબુતીથી લડીશું. ગુજરાત પોલીસે મુંદ્રા પોર્ટ કેસ સિવાય પણ 400થી વધારે કેસ પર હલ્લાબોલ કર્યા છે. 763 ડ્રગના આરોપીઓને પકડી લીધા છે. 6 લાખ કરોડનું ડ્રગ 12 મહિનામાં પકડાયું છે. આ 12 મહિનામાં ડ્રગના વેપારીઓ જે પકડાયા છે. જે ડ્રગ વેચતા હતા. એમાંનો એક વેપારી જામીન નથી મેળવી શક્યો. આ ગુજરાત સરકારનું ડ્રગ પકડવા સામેનું અભિયાન છે. ડ્રગ જેવા વિષયને રાજકીય વિષય નથી બનાવવા માગંતા. આ સૌની સામાજિક જવાબદારી છે. પણ કેટલીક પાર્ટીઓના નેતાઓ જુદા જુદા વિધાન આપે છે એની સામે એના જ કાર્યકર્તાઓએ રોષ જાહેર કર્યું.
ખોટી રાજનીતિ ન કરોઃ ડ્રગ વિષયમાં નેતાઓ ખોટી રાજીનીતિ ન કરે. રાજનીતિ કરવા માટે અમારા પર ટીકા ટીપ્પણી જરૂર કરો. પણ પોલીસ જે કામગીરી કરે છે એનુ મનોબળ ના તોડો. આ લ઼ડાઈમાં સમાજના સૌ લોકો જોડે પોલીસ મહત્ત્વનો રોલ ભજવે છે. આને રાજનીતિનોન મુદ્દો બનાવીને ખૂબ મોટું દુષણ ફેલાવવા પગલાં લો છે. ગુજરાતની પ્રજા ક્યારેય કોઈને માફ નહીં કરે. આવા નેતાઓે. ડ્રગ સામેથી પકડાતું નથી. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનો નેતા ડ્રગ પકડવા નથી ગયો. ગુજરાત પોલીસના જવાન એને પકડે છે. અમે આ લડાઈ લડવાના છીએ. આ લડાઈ અટકવાની નથી. એ રાજ્યની પોલીસ સાથે મળીને અમે અભિયાન કરીશું.