ગાંધીનગર :રાજ્યના 15 જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસની (Lumpy virus in Gujarat) અસરો જોવા મળી રહી છે. તેને રાજ્ય સરકાર દ્વારા સઘન રસીકરણની (Lumpy Virus Vaccine) કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ બધા વચ્ચે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં લમ્પી વાયરસ બાબતે બે ડોક્ટરોના ઓડિયો ક્લિપ વાયરલ (Lumpy Virus Audio Clip Viral) થઈ હતી. જેમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂરતા પ્રમાણમાં રસી નથી અને રસીનો સ્ટોક ખૂટી પડ્યો છે જેથી ડોક્ટરો ઇન્જેક્શનમાં મીઠાનું પાણી આપવાની સલાહ સુચન આપતા હોવાનો ઓડિયો વાયરલ થયો હતો. ત્યારે આ સમગ્ર બાબતે રાજ્યના પશુપાલન કેબિને રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રસીનો કોઈપણ પ્રકારનો ડોઝ ખૂટ્યો નથી.
જામનગરમાં કેટલો સ્ટોક - જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રસીકરણના સ્ટોકની વાત કરવામાં આવે તો પશુઓમાં જે લમ્પી વાયરસ જોવા મળી રહ્યો છે. તેને ધ્યાનમાં લઈને 15 જિલ્લાઓમાં રાજ્ય સરકાર દ્વારા રસીનું વિતરણ કરવામાં આવ્યું છેે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં હાલના તબક્કે 12000 જેટલા રસીના ડોઝ ઉપલબ્ધ છે, ત્યારે આવું આવનારા 24 કલાકની અંદર વધારાના બીજા 50,000 રસીના (Lumpy Virus Vaccine Stock) સ્ટોક પણ રાજ્ય સરકાર દ્વારા મોકલી દેવામાં આવશે. તેવું નિવેદન રાજ્યના પશુપાલન કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલે કર્યું હતું.
આ પણ વાંચો :પશુઓ માટે લમ્પી વાઈરસ બન્યો જીવલેણ, તંત્રએ કર્યો લુલો બચાવ