- રાજ્ય સરકારના 2 વિભાગ આમને સામને
- ઉર્જા વિભાગે કર્યો આરોગ્ય વિભાગ પર આક્ષેપ
- કોવિડમાં 71 જેટલા કર્મચારીઓના થયા છે મૃત્યુ
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો કાળો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે, હવે લોકોને હોસ્પિટલોમાં બેડ મળતા નથી. આથી, કોવિડને લઈને રાજ્ય સરકારના 2 વિભાગો આમને સામને આવી ગયા છે. જેમાં, આરોગ્ય વિભાગની કામગીરી અને અસુવિધાને કારણે ઉર્જા વિભાગના કર્મચારીઓના મૃત્યુ થઈ રહ્યા હોવનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
કોરોનાના કારણે ઉર્જા વિભાગના 71 કર્મચારીઓના મોત થતા આરોગ્ય વિભાગની કામગીરી અંગે ઉઠાવ્યા સવાલ આ પણ વાંચો:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 7,727 દર્દીઓએ કોરોનાને આપી માત
સરકારને કરવામાં આવી રજૂઆત
આરોગ્ય વિભાગની અસુવિધાના કારણે ઉર્જા વિભાગના કર્મચારીઓ જીવ ગુમાવી રહ્યા છે. જ્યારે, હોસ્પિટલોમાં બેડની અછત, ઓક્સિજન, ઇન્જેક્શન અને વેન્ટિલેટરના અભાવથી કર્મચારીઓને ગુમાવી રહ્યા હોવાની ફરિયાદ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા રાજ્ય સરકારને કરવામાં આવી છે.
15 દિવસમાં ઉર્જા વિભાગના 71 કર્મચારીઓના કોરોનાથી મોત
રાજ્યના ઉર્જા વિભાગની 7 કંપનીના 71 કર્મચારીઓના કોરોનાથી મૃત્યુ થયા હોવાની વિગત ફરિયાદમાં સામેલ કરવામાં આવી રહી છે. જ્યારે, ઉર્જા વિભાગના કુલ 2810 કોરોના પોઝિટિવ કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઇન કરાયા હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે. આ ઉપરાંત, ઉર્જા વિભાગના 270 કર્મચારીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચો:ગીર સોમનાથમાં કોરોનાના કેસ વધ્યા તેમ છતાં કોરોના ટેસ્ટિંગની કામગીરી ઠપ્પ
હવે શું કરશે રાજ્ય સરકાર
ઉર્જા વિભાગ દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગની ફરિયાદ સરકારને કરવામાં આવી છે. જ્યારે ઉર્જા વિભાગની ફરિયાદ જેવી જ ફરિયાદો કે બેડ નથી, ઓક્સીજન નથી, ઇન્જેક્શન નથી, આવી જ ફરિયાદો ગુજરાતનો સામાન્ય નાગરિક પણ કરી રહ્યો છે. ત્યારે, હવે સરકારી કર્મચારીઓની ફરિયાદ બાદ રાજ્ય સરકાર કોઈ નિર્ણય કરશે કે નહીં તે જોવું રહ્યું....